Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીમાં મહિલા સુરક્ષા અને અધિકાર અપાવવાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મહિલાઓ પર અત્યાચાર દુર કરો, મહિલાને સુરક્ષા આપો, મહિલાને અધિકાર આપવાની માંગ : કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ શાક માર્કેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી :  રાજ્ય સરકારની ઉજવણીની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં આજે સરકારના મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય ત્યારે કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અને અધિકાર અપાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ આજે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ શાક માર્કેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મહિલાઓ પર અત્યાચાર દુર કરો, મહિલાને સુરક્ષા આપો, મહિલાને અધિકાર આપવાની માંગ કરવામાં આવી હતી દરેક ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર જયારે ઉજવણીના તાયફો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરીને સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા પ્રયાસ કરી રહી છે

(9:30 pm IST)