Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી વોક-વે બનશે

સુપ્રસિધ્ધ યાત્રાધામમાં નવું નજરાણું ઉમેરાશે : મુંબઈના મરીનલાઈન્સ જેવો ૧.૫ કિમીનો, ૭૦૦ મિટર પહોળા વોક-વેમાં મ્યુઝિક, આધુનિક લાઈટિંગ પણ હશે

ગાંધીનગર, તા. ૪ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને લઈને એક ખુશખબર મળી રહ્યા છે, હવે મરીન ડ્રાઈવ જેવો વોક-વે માટે બહાર નહીં જવું પડે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જ મરીન ડ્રાઈવ જેવો વોક-વે બનવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક-વે બની રહ્યો છે. ૧.૫ – કિ.મી. લાંબો નવો વોક-વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી બનાવવામાં આવશે. ૭૦૦ – મીટર પહોળા વોક-વેમાં મ્યુઝિક સિસ્ટમ તેમજ આધુનિક લાઈટિંગ હશે. મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા ૩ વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે. તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ૨૫૦૦ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનીને તૈયાર થયું છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક વે બની રહ્યો છે. મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા ૩ વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ૨૫૦૦ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનાવ્યું છે.

(7:53 pm IST)