Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ડોળીયાથી દિકરીને મળવા રાજકોટ આવેલા ચંપાબેનનું બાઇકની ઠોકરે મોત

કોટેચા ચોક નજીક ફૂટપાથ પાસે બે દિવસ પહેલા બનાવ બન્યો હતોઃ દેવીપૂજક વૃધ્ધાએ સિવિલ હોસ્પિટલમાં આજે દમ તોડતાં પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૫: સાયલાના ડોળીયા ગામે રહેતાં ચંપાબેન જેસીંગભાઇ માથાસુરીયા (દેવીપૂજક) (ઉ.વ.૭૦) નામના વૃધ્ધા તા. ૩ના સવારે કોટેચા ચોક નુતનનગરના ખુણે ફૂટપાથ પાસે એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચંપાબેનને બે પુત્ર અને બે પુત્રી છે. તેથી દિકરી હંસાબેન કોટેચા ચોકમાં ફૂટપાથ પર બેસી પલંગ, ટેબલના પ્લાસ્ટીકના ડટ્ટા વેંચતી હોઇ તેને મળવા માટે પોતે તા. ૩ના રોજ રાજકોટ આવ્યા હતાં. અહિ કોટેચા ચોકમાં રસ્તો ઓળંગતી વખતે બાઇકની ઠોકરે ચડી જતાં ઇજા થઇ હતી. આજે મોત નિપજ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)