Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ધંધામાં નિષ્ફળ જતા સુરતના વેપારી સોમનાથ દરિયામાં આપઘાત કરે તે પહેલા પોલીસે બચાવી લીધા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: સોમનાથ દરીયા કિનારે આપઘાત કરવા આવેલ સુરતના વેપારીને બચાવી સમજાવી પરીવારજનોને પરત સોપતા ઠેર ઠેર પ્રશંસા થઈ રહેલ છે.

સોમનાથ પ્રભાસપાટણ ના પી.આઈ ડી.એમ.રાઠવા એ જણાવેલ હુતં કે મુળ સુરતમાં કાપડનો ધંધો કરતા જયેશ જેન્તીભાઈ રીબડીયા પટેલ ઉ.૩પ ધંધા માં નિષ્ફળ ગયેલ હોય તેથી તા.૧/૧૧ ના રોજ ભેસાણ વિસાવદર બાજુ થી નિકળી ગયેલ હોય તેની ગુમ થયાની ફરીયાદ જેતે પોલીસ સ્ટેશન મંા નોધાયેલ હતી તા.૪ ના રોજ શંક સર્કલ પાસે ગાડીમાં પંચર પડતા ગાડીમાં પંચર બનાવવાનું કહેલ અને જે શખ્સ પંચર બનાવતો હતો તેને એમ કહેલ કે મારી જીદગી અહી પુરી થાય છે તુ મારા ઘરના સભ્યોને આ વસ્તુ આપી દેજે તેમાં એક કાગળ માં મરણ નોધ હતી તેમ કહી ત્યાંથી જતો રહેલ હતો.  પચંર વાળા એ તાત્કાલીક પી.આઈ જી.એમ.રાઠવા ને જાણ કરતા તુરત જ હીંમતભાઈ પુનાભાઈ, કુલદીપસિંહ જયસિંહ,ભાવેશભાઈ ગોવિંદભાઈ, હીતેષભાઈ ભરગા જી.એમ રાઠવાની ટીમ બનાવી દરીયા કાઠે ગોતવા મોકલેલ હતા તેમજ સોશ્યલ મીડીયામાં પણ આની મરણ નોંધ વાયરલ કરેલ હતી, અડધી કલાક બાદ આ વેપારી દરીયા કિનારેથી મળી આવેલ હતો તેને સમજાવી અને પોલીસ સ્ટેશને લાવેલ હતા પોલીસે આપધાતનું કારણ પુછતા ધંધામાં નિષ્ફળ જવાનું જણાવેલ હોય અને પોતે પરીવારને સુખી કરી નહી શકે તેવું લાગી આવેલ હતું તેથી આપઘાત કરવા આવેલ હતા. પી.આઈ જી.એમ. રાઠવા તથા પોલીસ પરીવારે જીવનનું મુલ્ય પરીવારની જવાબદારી સમજાવી પરીવારસાથે મિલન કરાવેલ હતું અને માનવતાનું ઉદાહરણપુરૂ પાડેલ હતું પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં પરીવારજનોની આંખો અશ્રુઓથી છલકાય ગયેલ હતી દીવાળી જેવા તહેવારોમાં પરીવારનું નવું જીવન આવતા પોલીસ પરીવારની ઠેર ઠેર પ્રશંસા થઈ રહેલ છે.

(12:58 pm IST)