Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ધોરાજી કરિયાણાના વેપારીને 15 લાખની ખંડણી માંગી ધમકી આપવાના ગુનાના બે આરોપીઓને ઝડપી પાડ્યા

ધોરાજી: ધોરાજી પોલીસે કરીયાણાના વેપારીને 15 લાખની ખંડણી માંગવા ધમકી આપવાના ગૂનાના બે આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરી છે

 પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી ની નદી બજાર વિસ્તાર માં કરીયાણાની દૂકાન ધરાવતાં વેપારીને મુસ્લીમ શખ્સે ફોન કરી 15 લાખની ખંડણી માગવા મામલે પોલીસ મથકે વેપારી પ્રકાશકુમાર લવજીભાઈ સંભવાણી એ ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદ માં હકીકત એવી જણાવેલ છે કે આરોપી શખ્સો એ ફરિયાદી ને  ફોન પર ધમકી આપેલ કે જો તારે ધંધો કરવો હોય તો 15 લાખ આપવા પડશે. અને આવી જ રીતે બીજા દિવસે પણ ફોન ફરી ધમકી આપેલ અને જણાવેલ કે સુરેન્દ્રનગરમાં પીએસઆઈ અમારા જાણીતા છે. પોલીસ અમારું કાંઇ ન બગાડી શકે.
 આ અંગે ધોરાજી પોલીસમાં આઈપીસી કલમ 385, 504, 506 (1) મુજબનો ગુનો દાખલ કરી ને ધોરાજી પીઆઈ હકૂમતસિહ જાડેજા પીએસઆઇ નયના બેન કદાવાલા સહિતના પોલીસે સ્ટાફે તપાસ નો ધમધમાટ શરૂ કરાયો હતો આ ખંડણી ના ગૂના મામલે બે આરોપી કોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા જેમાં (1) સકીલ બસીર ઉ.34 (2) અનીશશા ફકીર ઉ.33 રહે બંને  પાંચ પીર વાડી બહારપુરા ધોરાજી ને ઝડપી પાડી ને પોલીસે તપાસ ના ચકોગતીમાન તેજ કરાયા છે .

(6:20 pm IST)