Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ટંકારા: છતર ગામના પાટીયા નજીક બાઈક સ્લીપ થતા ચાલકને કાળ ભેટી ગયો

ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા નજીક પુરપાટ વેગે જતા બાઈક ચાલકે રફ્તારની ગતિમાં બેફામ બનતા બાઈકનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ જતા તેને માથામાં ઈજા પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ ટંકારાના છતર ગામે રહેતા વિરજીભાઇ રવજીભાઇ મકવાણાએ ટંકારા પોલીસમાં દાખલ કરેલ ફરિયાદ અનુસાર રવજીભાઇ સવજીભાઇ મકવાણા પોતાના હીરો કંપનીનુ મો.સા.રજી.નં.GJ-03-HG-4864 પર જતા હતા. એ સમયે બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ છતર ગામના પાટીયા થી થોડે દુર રાજકોટ તરફ પુલીયા પાસે પહોંચતા બાઇક સ્લીપ થયું હતું. જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:18 pm IST)