Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જૂનાગઢ ભાવનગરની જેતલસર સુધી આવતી ટ્રેન સોમનાથ સુધી લંબાવવાની માંગ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૪ : જૂનાગઢની સામાજિક સંસ્થા મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને અમિષભાઈ ગોસાઈ અ રેલવેના વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત કરી છે કે સોમનાથથી જુનાગઢ અને ભાવનગર વચ્ચે સીધી કનેકિટિવિટીનો લાંબા સમયથી અભાવ રહેવા પામ્યો છે, વળી જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની રેલ્વે ડિવિઝનની કામગીરીની કચેરી ભાવનગર આવેલી છે તેમ છતાં જૂનાગઢથી ભાવનગરની સીધી રેલવે કનકિટવિટી ન હોવાનો લાંબા સમયથી પ્રશ્નો અધરતાલ છે.

જોકે હવે જતલસર જંકશન સુધી ભાવનગરની ટ્રેન ફ્રિકવન્સી ચાલુ કરી છે જે ટ્રેનને જુનાગઢ થઈ વેરાવળ સોમનાથ સુધી ચાલુ કરવામાં આવે તો પર્યટન સ્થળ જૂનાગઢની સાથે સાથે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના યાત્રીઓની કનેકિટવિટી ભાવનગર સાથે જોડાઈ જાય. જેતલસર સુધી ટ્રેન આવે છે સોમનાથ સુધી ઉપલબ્ધ છે. માત્રને માત્ર સોમનાથ સુધીની કનેકિટવિટીનો નિર્ણય લેવાના વાકે હજારો યાત્રાળુઓને બે કટકા કરીન ભાવનગર જવું પડે છે અને રેલવેને દરરોજની મોટી આવકની ખોટ જાય છે. જેતલસર સુધી આવતી ભાવનગરની આ ટ્રેન જુનાગઢથી સોમનાથ સુધી લંબાવવા સલીમભાઈ ગુજરાતી અને અમિષભાઈ ગોસાઈએ માંગ કરી છે.

(11:50 am IST)