Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભાવનગરમાં સતત બીજા દિવસે પણ કોરોનાના 40 કેસો નોંધાયા: એક પણ ડિસ્ચાર્જ નહીં: એક્ટિવ કેસની સંખ્યા 155એ પહોંચી: છેલ્લા છ દિવસમાં જ કોરોનાના 130 પોઝિટિવ કેસ નોંધાયા

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ભાવનગરમાં  કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે સતત બીજા દિવસે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 38 અને ગ્રામ્ય માં 2 મળી આજે 40  પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોના એ ગતિ પકડી છે .આજે ભાવનગર શહેરમાં 38 અને ગ્રામ્ય માં 2 કેસ મળી કુલ 40  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 23 પુરુષ અને 15 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગરગ્રામ્ય માં એક મહિલાનો અને એક પુરુષ કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે ભાવનગર શહેર કે ગ્રામ્ય માંથી એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી .  હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 155  થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગરમાં છેલ્લા છ દિવસમાં જ કોરોનાના 130 પોઝિટિવ કેસ નોંધાયા છે.

(8:47 pm IST)