Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સાવરકુંડલામાં પ્રાંત અધિકારી આર.આર.ગોહેલે કોરોના રસી મુકાવી

તમામ ફ્રન્ટલાઇન કોરોના વોરીયરને રસી લેવા અપીલ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા ,તા. ૬: તાલુકામાં કોરોના સામે રક્ષણ આપતી રસીકરણ પ્રક્રિયાનાં પ્રારંભે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ-કોરોના વોરીયરોને રસી અપાયા બાદ, સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે કાર્યરત રસીકરણ કેન્દ્ર ખાતે વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ કોરોના યોધ્ધાઓને રસી આપવાનો પ્રારંભ થયો છે.

અહિ સહુ પ્રથમ પ્રાંત અધિકારીશ્રી આર.આર. ગોહેલે રસી લઇ સહુ કર્મચારીઓને અપીલ કરતા જણાવ્યુ કે ભારતીય રસી સંપૂર્ણ પણે સલામત અને અસરકારક રસી છે.

તેથી કોઇએ પણ ગભરાયા વગર રસી મુકવવા અને કોરોના સામે સરકારશ્રી દ્વારા ચલાવાતી ઝંુબેશમાં સહકાર આપવા અપીલ કરી છે.

(11:29 am IST)