Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ટંકારામાં ખનીજચોરો બેફામ, ચાર ઇસમોએ રોયલ્ટી ઇન્સપેકટરને ગાળો-ધમકી દીધી

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૬ :મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ બેરોકટોક ખનીજચોરી કરી રહયા છે તો ખનીજ વિભાગના અધિકારી ખનીજચોરી રોકવા જતા ગાળો આપી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 મોરબીના રોયલ્ટી ઇન્સ્પેકટર ભરતભાઈ પટેલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ટીમ લજાઈ ચોકડી પાસે વોચમાં હોય દરમિયાન પસાર થતા ડમ્પર જીજે ૧૩ એડબ્લ્યુ ૯૧૦૯માં રોયલ્ટી વિના ખનીજ પરિવહન કરાતું હોય જેને અટકાવીને મેમો આપવાની કામગીરી કરતા હોય ત્યારે સ્કોડા કાર જીજે ૦૩ એફકે ૯૦૫૫ માં આવેલ આરોપી પ્રવીણ ગોવિંદ રજપૂત રહે રાજકોટ, વિક્રમ બોરીચા રહે રાજકોટ, ભરત રઘુ ગમારા અને એક અજાણ્યો ઇસમ એમ ચાર શખ્શોએ રોયલ્ટી ઇન્સ્પેકટરની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસને આવતા જોઈ આરોપી નાસી ગયા હતા ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકી આપ્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:36 am IST)