Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જુનાગઢમાં પોણા બે લાખનો દારૂ કબ્‍જે

જુનાગઢ તા.૬ : દોલતપરા ઇગલ સામે આવેલ ટ્રાન્‍સપોર્ટમાં ચોરવાડ તાબેના વિસણવેલ ગામના ભરતભાઇ જોરાએ ટ્રાન્‍સપોર્ટના માલની આળમાં વિદેશી દારૂનો જથ્‍થો મંગાવેલ છે અને આ માલ લેવા ચોરવાડથી ભરત જોરા લેવા આવનાર છે તેવી હકિકત આધારે વોચમાં રહેતા એક ઇસમ માલની ડીલેવરી લેવા આવતા પાર્સલ બોકસમાં મળીઆવેલ દારૂનો જથ્‍થો કબ્‍જે કરી બી ડીવીઝન પો. સ્‍ટે. ખાતે ગુ.ર.નં.૧૧ર૦૩૦ર૪ર ૩૦૦૬૭ -ર૩ પ્રોહી ક. ૬પ એઇ ૯૮(ર) ૮૧ મુજબ  જીવાભાઇ કાળાભાઇ વાળા ઉ.વ.૪પ રહે. વડોદરા ડોડીયા તા. વેરાવળને પકડેલ છે.

અને  ભરતભાઇ ઉફેૈ ચોઇળી રામાભાઇ જોરા રહે. મુળ વિસણવેલ હાલ ગડુ તા. માળીયા (હા.)ના નાસી ગયેલ. છે.

કબ્‍જે કરવામાં આવેલ મુદામાલ : કિમ્‍પીસ સ્‍પેશ્‍યલ વ્‍હીસ્‍કી ૧૮૦ એમ.એલ.ના ચપટા પેટી નંગ-૩૯ ચપટા નંગ-૧૮૭ર કિ. રૂા.૧,૮૭,ર૦૦ મો.સા. ૧ કિ. રૂા.ર૦,૦૦૦ મોબાઇલ ફોન ૧ કિ. રૂા.ર૦૦૦ કિ. રૂા.ર,૦૯,ર૦૦નો  છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇનસ. જે.એચ.સિંધવ તથા પો. સ.ઇ. જે.જે.ગઢવી તથા ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ. જીતેષ મારૂ, પ્રકાશભાઇ ડાભી તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા, વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:00 pm IST)