Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગોંડલમાં હિટ એન્ડ રનઃ કાર ચાલકે ૪ વાહનો હડફેટે લીધાઃ ૪ ને ઇજા

ગુંદાળા ચોકડી પાસે અજાણ્યા સ્વીફટ કારના ચાલકે ર કાર, ખાણી-પીણીની લારી, બાઇકને ઉલાળ્યા

ગોંડલઃ ગુંદાળા ચોકડીએ શિફટ કારે ખાણી-પીણીની લારીઓને હડફેટ લેતા એકને ગંભીર ઇજા થતા ગોંડલ સરકારીએ પ્રાથમીક સારવાર બાદ રાજકોટ ખસેડાયો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. ૬ : ગોંડલમાં આજ હિટ એન્ડ રનની ઘટના બનતા ૪ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાંં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના ગુંદાળા ચોકડી પાસે અજાણ્યા સ્વીફટ કારના ચાલકે ર કાર, ખાણી-પીણીની લારી એક બાઇક સહિત ૪ વાહનોને હડફેટે લીધા હતા.

આ હિટ એન્ડ રનની ઘટનામાં ૪ વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જેમા એક વ્યકિતની હાલત ગંભીર હોવાથી રાજકોટ સારવાર માટે ખસેડેલ છે.

આ બનાવ બાદ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)