Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઉના સીમતળમાં વધતા ગેરકાયદે ખનીજ ખોદકામ સામે પગલા લેવા કે.સી.રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ઉના તા.૬ : શહેરના સીમતળમાં તથા આમોદ્રા ગામની સીમમાં ગૌચર જમીન સરકારી તથા ખાનગી માલીકીની જમીન ગેરકાયદેસર બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન કરી કરોડો રૂપિયાની ખનીજ તેમજ રોયલ્ટી ચોરી થતી હોય પગલા લેવા પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડે મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે.

પુર્વ ધારાસભ્ય તથા ન.પા.ના પુર્વ પ્રમુખ તથા ભાજપના આગેવાન કાળુભાઇ સી.રાઠોડે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લીખેતમાં રજૂઆત કરી છે કે ઉના સીમતળમાં સરકારી ખરાબાની જમીન જે રોડ ઉપર કેટલાક માથાભારે શખ્સો લીઝ કે પરમીટ વગર ગેરકાયદેસર ખન્ન કરી હજારો ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન વેચાણ કરે છે તેમજ ખન્નમાં ગે.કા. વીજપ્રવાહનો ઉપયોગ કરે છે. મછુન્દ્રી નદી કાંઠે ફળદ્રુપ ખેતીની જમીનને નુકશાન થાય છે. પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ અંગે જીલ્લા તથા સ્થાનિક વહીવટીતંત્રને રજૂઆત કરવા છતા પગલા લેવાતા નથી.

(11:47 am IST)