Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જસદણ કોર્ટના જજ તેમજ તમામ કર્મચારીગણે કોરોના વેકસીન લીધી

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા.૬: રાજકોટ જીલ્લા અદાલતના આદેશ થી તાજેતરમાં જસદણ તાલુકા કાનુની સેવા સમિતીના સૌજન્યથી અધ્યક્ષ શ્રી પી.એન નવીનની સૂચનાથી કોવિડ વેકશીનેશન પ્રોગ્રામ સિવિલ કોર્ટ જસદણમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સિવિલ જજ શ્રી એસ.એસ.જાની, રજીસ્ટ્રારશ્રી સાગઠીયા, સરકારી વકીલ શ્રીમતી ચૌધરીબેન અને સિવિલ કોર્ટના તમામ કર્મચારીઓએ વેકશીન લીધી હતી.

(11:51 am IST)