Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ચોટીલાના કુંભારામાં કાર ઉપર ફાયરીંગમાં ૫ શખ્સો સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: ચોટીલા-સાયલા વિસ્તારમાં અવાર નવાર ફાયરિંગ લૂંટ અને અપહરણની ઘટનાઓ બનતી હોય છે.ત્યારે ચોટીલા હાઇવેના મોટી વાડી કુંભારા ગામ પાસે મોમાઇ મુરલીધર હોટલ નજીક ચાલતી મનસુરભાઇ વલીભાઇ લોલાડીયાની કોન્ટ્રાકટરની સાઇડ ચાલે છે.

ત્યા તેઓ બેઠા હતા ત્યારે ફોરચુરનર કારમાં પાંચ શખ્સો આવ્યા હતા.જેમાંથી બે શખ્સોમાંથી અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ધોણીયા રહે.રાજકોટ વાળાએ મનસુરભાઇ ઉપર પિસ્તોલમાંથી ચાર રાઉન્ડફાયરીંગ કર્યા હતા.બીજી તરફ સાઇડ ઉપર મનસુરભાઇ સાથે બેઠેલા ધારાભાઇ મુળાભાઇ ઉપર રાજકોટના મોરલીએ ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.અને આ બંને હુમલાખોરો સાથે બીજા ત્રણ અજાણ્યા શખ્સો પણ હુમલામાં સામેલ હતા.જેથી મનસુરભાઇએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના બે અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચેય શખ્સો ઉપર ફાયરીંગ કરી હુમલો કરી ઇજા પહોચાડ્યાની પોલીસ ફરીયાદ નોંધાવેલ છે. આ બાબતની આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુંભારા ગામ માં ફાયરીંગની ઘટના સામે આવી છે અંગત અદાવત રાખી અને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા હાલમાં વ્યકત કરવામાં આવી છે ત્યારે હોટલની બાજુની સાઇડ ઉપર પડેલી સ્કોર્પીયો કાર ઉપર પણ પિસ્તોલ સહિતના દ્યાતક હથીયારો લઇને આવેલા પાંચ શખ્સોએ ફાયરીંગ કર્યાના નિશાનો દેખાઇ રહયા છે. સ્થળ ઉપરથી ખાલી કારટિસ પણ મળી આવ્યા છે.

કારમાં આવેલા શખ્સો ફાયરીંગ કરીને નાસી છુટયા બાદ પોલીસે ફાયરીંગ સ્થળેથી પિસ્તોલના ખાલી કારટીસ પણ કબ્જે કરી આ પિસ્તોલ લાયસન્સ વાળી છેકે ગેરકાયદેસર આ બાબતની તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે પાંચ શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ફોર્ચ્યુનર કારમાં આવેલ પાંચ શખસોએ ફાયરીંગ કરી અને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું કે હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે પાંચ શખ્સો સામે ચોટીલા પોલીસે ગુનો દાખલ કરી અને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:03 pm IST)