Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નીચલા દાતાર પાસે પડતર મકાનમાં ૭ર હજારનો ૧૫ પેટી દારૂ સાથે ઝડપાયો

જુનાગઢ, તા., ૬: નીચલા દાતાર ખાતે નવા બનતા પુલની પાસે બાબુ મુસાના બંધ પડતર મકાનમાં જુનાગઢ, નીચલા દાતાર ખાતે રહેતા પ્રોહી. બુટલેગરો આમીર ઇકબાલ કુરેશી તથા મયુદીન ઉર્ફે ટીલીયો અદ્રેમાન મકરાણી બન્ને જણાએ ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત મળતા નીચલા દાતારથી હકિકતવાળા  મકાને આવતા એક પુર્વ બારનું નળીયાવાળુ મકાન આવેલ હોય અને અંદરના ભાગે એક ઇસમ પુઠાની પેટીઓ હેરફેર કરતો જોવામાં આવતા જેને પકડી પાડી મકાનના અંદરના ભાગે જોતા દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ પડેલ હોય જે પેટી નંગ-૧પ બોટલો નંગ ૧૮૦ની કિ. રૂ. ૭ર૦૦૦ તથા મો.ફોન નંગ-ર કિ. રૂ. પપ૦૦ તથા એકટીવા મો.સા. રજી. નં. જીજે ૧૧ ઇઇ-૬૦૬૮ કિ. રૂ. ર૦,૦૦૦ નો તમામ મુદામાલ કબ્જે કરી  આમીર ઇકબાલભાઇ કુરેશી (ઉ.વ.ર૪) (રહે. જુનાગઢ, નીચલા દાતાર મસ્જીદ પાસે)ને ઝડપી લીધેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વી.એન.બડવા, તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા,  યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ ઓડેદરા, સાહીલભાઇ સમા, દિવ્યેશભાઇ ડાભી, ભરતભાઇ સોલંકી, ડ્રા. પો.કોન્સ. જગદીશભાઇ ભાટુ તથા મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(1:06 pm IST)