Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના વેકસીન લેનારા નાગરીકોને પ્રોત્સાહીત કરવા સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ પૂનમ માડમનું પ્રેરક અને સંવેદનશીલ આયોજન

જામનગર : સમગ્ર રાષ્ટ્રની જેમ જ જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ કોરોનાનો કપરો કાળ જે અતિશય મુસીબત વાળો પીરીયડ હતો તે સૌના સાથ સહકાર અને જાગૃતીથી પસાર થયો છે હવે એક તરફ જાગૃતી રાખવાનો સમય છે બીજી તરફ કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રી દ્વારા સરકારી હોસ્પીટલોમાંથી કોરોના રસીકરણનું સંવેદના સભર અભિયાન ચાલી રહયું છે. ત્યારે જેમ જેમ ટર્ન આવે તે રીતે આ સ્વદેશી વેકસીન લઇ કોરોના સામે રક્ષણ મેળવીને તેમજ તંદુરસ્તી માટે આ રસીનું રક્ષા કવચ મેળવી આત્મનિર્ભર ભારતનું ગૌરવ વધારવા સૌ નાગરીકોને સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય શ્રી પુનમબેન માડમએ અપીલ કરી છે.  તેમજ કોરોના રસી લેનાર સૌ નાગરીકોને શુભેચ્છા પત્ર અને કીટ અર્પણ કરી તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવવાનું પ્રેરક સંવેદનાસભર અને આત્મીય આયોજન શ્રી પુનમબેન માડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. કોરોના જંગ જીતનાર સૌને તંદુરસ્ત રહેવા શુભેચ્છા પત્ર સાથે કીટ અર્પણ કરવાના સંવેદનાસભર અભિયાન ઉપરાંત હવે રસી લેનારને બિરદાવવાનું જાગૃત રહેવાની અપીલનું અદભુત અને અનોખુ સેવાકાર્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. જામનગર શહેર જામનગર જીલ્લો દેવભુમી દ્વારકા જીલ્લાઓના કોવીડ વેકસીન સેન્ટરો પરથી રસી લેતા ૩૦,૦૦૦ થી વધુ નાગરીકોને આ કીટ તેમજ પત્ર અર્પણ કરાયાં છે. કીટ સાથેના પત્ર દ્વારા શ્રી પૂનમબેન માડમએ સ્વદેશી રસી દ્વારા કોરોના સામેનું રક્ષાકવચ મેળવનારા જાગૃત નાગરીકોને તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે બીજો ડોઝ સમયસર લેવા-હજુય જાગૃત રહેવા તેમજ રસીકરણ અંગે સૌને જાગૃત કરવાનો અનુરોધ કર્યો છે.

(1:14 pm IST)