Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સાવરકુંડલા ખાતે સમજુબા એકતા કપ આયોજિત ટુર્ના. મેચમાં સરે બી ઇલેવનનો શાનદાર વિજય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૬ : સાવરકુંડલા ખાતે સમજુબા એકતા કપ ટુર્નામેચમાં સરેબી ઇલેવનનો શાનદાર વિજય થયો ૧૦૦૦ રોકડ અને શિલ્ડ આપવામાં આવ્યું.

સાવરકુંડલા સમજુબા એકતા કપ આયોજિત ટુર્ના. મેચનું સુંદર આયોજન કરવા માં આવેલ હતું આ ટુર્ના મેચમાં સાવરકુંડલા શહેર અને આજુબાજુના ગામની ૨૦થી વધુ ટિમો એ ભાગ લીધો હતો જેમાં સાવરકુંડલાની સારામાં સારી સરેબી ઇલેવન અને બીડીકામદાર ઇલેવન વચ્ચે શાનદાર ફાઇલન મુકાબલો થયો હતો. જેમાં સરેબી ઇલેવનને પ્રથમ દાવ લઇ શાનદાર ૧૩૪ રન બનાવેલ હતા અને બીડીકામદાર ઇલેવનને માત્ર ૪૫ રનમાં ઓલ આઉટ કરી દીધેલ હતા જયારે સરેબી ઇલેવન નો ૮૯ રને શાનદાર વિજય થયેલ

ફાઇલન મેચમાં ચેમ્પિયન બનેલ ટીમ સરેબી ઇલેવનના કેપ્તન ઇરફાનભાઈ કુરેશીને સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા વિજેતા ટ્રોફી અને રોકડ ૧૦૦૦ ઇનામ આપવામાં આવેલ હતું

આ ટુર્ના મેચના સ્પોન્સર અમરેલી ભાજપના ઉપપ્રમુખ અને સમજુબા જેમ્સના મલિક સુરેશભાઇ પાનસૂરિયા હતા. આ ટુર્ના મેચને સફળ બનાવવા રમીજ મલેક અકરમ કુરેશી મોહસીન ગોરી વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

(1:21 pm IST)