Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પોરબંદર-છાંયા નગરપાલિકાની વિવિધ કમીટીના હોદેદારોની નિમણુકોઃ ટી.પી.કમીટીના ચેરમેનપદે કેશુભાઇ બોખિરીયા

એકઝીકયુટીવ સમીટીના ચેરમેનપદે શૈલેષભાઇ જોષી, બાંધકામ કમીટીના ચેરમેનપદે મનીશભાઇ શિયાળ તથા સેનીટેશન કમીટીના ચેરમેનપદે કૃપાબેન કારીયાની વરણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ : પોરબંદર-છાંયા નગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગમાં પાલિકાની વિવિધ કમીટીઓના ચેરમેનપદની નિમણુંકો કરવામાં આવી હતી.

નગરપાલિકાના વિવિધ કમીટીઓના એકઝીકયુટીવ કમીટીના ચેરમેનપદે શૈલેષભાઇ જોષી ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનપદે કેશુભાઇ બોખીરીયા, વોટર વર્કસ કમીટીના ચેરમેનપદે માંગાભાઇ ઓડેદરા બાંધકામ કમીટીના ચેરમેનપદે મનીષભાઇ શિયાળની વરણી કરવામાં આવી હતી.

ભુગર્ભ ગટર એડવાઇઝરી કમીટી ચેરમેન હીરીબેન કારાવદરા સ્ટ્રીટ લાઇટ કમીટીના ચેરમેન નીલેશભાઇ જોષી એજયુકેશન કમીટીના ચેરમેનપદે ડો. ચેતનાબેન તિવારીની વરણી કરાઇ હતી. ઉપરાંત બસ ગેરેજ કમીટીના ચેરમેનપદે ભીમભાઇ ઓડેદરા તેમજ બાયલોઝ કમીટીના ચેરમેનનો હોદો પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયાએ સંભાળેલ છે.

(3:12 pm IST)