Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબીના વકીલ મિતેષભાઇ દવે તથા રતિલાલભાઇ પરમારને આં.રા.સંગ્રહકર્તા એવોર્ડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ : વકીલ મિતેષભાઇ દવે તથા રતિલાલભાઇ પરમારને બંનેને આંતરરાષ્ટ્રીય સંગ્રહકર્તા તરીકેના એવોર્ડ એનાયત થયા છે બંને પાસે દેશવિદેશના ચલણી સિકકાઓ તેમ સેલીબ્રીટી બુકનો અદભૂત સંગ્રહ છે.

ઉત્ત્।રપ્રદેશ બુકસ ઓફ રેકોર્ડ દ્વારા દેશ વિદેશના ચલણી સિક્કા તથા નોટ અને ટપાલ ટિકિટ ના સંગ્રહ અને રિસર્ચ માટે મોરબીના રહેવાસી યુવા વકીલ મિતેષ ડી.દવે નું નામ રેકોર્ડ બુકસમાં સામેલ કરવામાં આવ્યું છે.

મિતેષ દવે છેલ્લા ૨૧ વર્ષ થી સિક્કાઓ, નોટ્સ તથા ટપાલ ટિકીટ નો સંગ્રહ કરે છે, હાલમાં જ મિતેષ દવે મોરબીએ ખાતે આ શોખ ને અને આવનારી પેઢી ને ઐતિહાસિક વારસાનું જ્ઞાન મળી રહે એ માટે મોરબી ન્યુમીસ્મેટિક કલબની સ્થાપના કરેલ છે.વર્તમાનમાં  તેમની પાસે ૨૮૫ દેશના અલગ અલગ ચલણી સિક્કા તથા ટપાલ ટિકિટનો અલભ્ય સંગ્રહ છે, તેમના સંગ્રહ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ, મિરેકલ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુકસ ઓફ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડ, ઇન્ક્રીડેબલ બુકસ ઓફ રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ જેવી સંસ્થાઓએ સન્માનીત કરેલ છે.

 મોરબીના રહેવાસી રતિલાલભાઈ પરમારને અનોખો શોખ હોય જેઓએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મતારીખ વાળી નોટો સહીત અમિતાભ બચ્ચન સહિતના કલાકારોની જન્મ તારીખ વાળી નોટોનો સંગ્રહ તેમજ નામી સેલીબ્રિટીની પિકચર રીલીઝ થઇ હોય તે તારીખ વાળી નોટોનો અનોખો સંગ્રહ કર્યો હોય જે બદલ તેમને ઉત્ત્।રપ્રદેશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેમને એવોર્ડ એનાયત કરાયો છે ઇન્ટરનેશનલ કલેકશન એવોર્ડ ૨૦૨૧ એનાયત કરાયો છે ત્યારે મોરબીનું પણ ગૌરવ તેમને વધાર્યું છે.

(11:43 am IST)