Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબીમાં અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ મામલે પત્ની અને પ્રેમીને ધારિયાના ઘા ઝીંકયા

મોરબી,તા. ૬: રાજકોટના રહેવાસી ઇસમની પત્નીને મોરબીના પુરુષ સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી આરોપી પતિએ પ્રેમીને ધારિયાના ઘા ઝીંકી જીવલેણ ઈજા કરી તેમજ પત્નીને ઘારીયાના ઘા ઝીકી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડના રહેવાસી વિજય કાંતિલાલ કોટક પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી ઇકબાલ મકરાણી રહે રાજકોટ વાળાની પત્ની નસીમ સાથે પ્રેમસંબંધ હોય અને નસીમબેન અવરનવર તેના ઘરે આવતી હોય જેની આરોપી ઇકબાલ મકરાણીને જાણ થતા સારું નહિ લાગતા તે બાબતનો ખાર રાખીને લોખંડ ધારિયા સાથે વિજય કોટકના મકાને આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરી હતી તો નસીમબેન વચ્ચે પડતા તેને પણ ધારિયાના ઘા મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતરૂ તૂટી નીચે પડતા યુવાનનું મોત

મોરબીના શોભેશ્વર રોડના રહેવાસી અનિલભાઈ દાનજીભાઈ મોજવીયા (ઉ.વ.૩૬) નામના યુવાન બેલા ગામની સીમમાં લીડસન સિરામિક કારખાનામાં પતરા પર ચડી કામ કરતો હોય ત્યારે પતરૂ તૂટતા નીચે પડતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જેનું સારવારમાં મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

પૈસાની લેતી દેતી મામલે

મોરબીના શનાળા રોડ પર મેલડી માતાના મંદિર પાસે રૂપિયાની લેતીદેતી મામલે બે ઇસમોએ બાવાજી યુવાનને માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ટંકારાના વીરપર ગામના રહેવાસી પંકજભાઈ વ્રજલાલ નિમાવત પોલીસ ફરિયાદ નોંધાવી છે કેતેના મિત્ર કમલેશે આરોપી વરુણ ઉર્ફે ટીનો પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ હોય અને પૈસાની લેતીદેતી બાકી હોય જે અંગે આરોપીએ ફોન કરીને કમલેશ કેમ પૈસા આપતો નથી કહીને શનાળા ગામ પાસેના મેલડી માતાજી મંદિર પાસે બોલાવ્યો હતો જયાં આરોપી વરુણ ઉર્ફે ટીનો અને વિરામ રબારી રહે બંને શનાળા ગામ વાળાએ લાકડાના ધોકા વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બીજા બે અજાણ્યા ઇસમોએ ગાળો આપી મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(11:46 am IST)