Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શ્રી કૃષ્ણાશ્રય હવેલી રોયલ પાર્ક ખાતે કાલથી ર દિવસીય સત્સંગ સેતુ વાર્ષિકોત્સવની ઓનલાઇન ભવ્ય ઉજવણી કરાશે

શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નાં ૫૪૪ માં પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે

રાજકોટ, તા. ૬ : શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નાં ૫૪૪ માં પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે વિશ્વભર માં ફેલાયેલા સત્સંગ સેતુ નાં ૧૫૦૦૦ થી પણ વધુ સભ્યો ને જોડી અલૌકિક ઉત્સવ યુવાવૈષ્ણવ આચાર્ય પૂ પા ગો ૧૦૮ શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યમાં શ્રી કૃષ્ણાશ્રય હવેલી રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ મનાવશે શ્રીમદ્દ વલ્લભચાર્યાજી મહાપ્રભુજી ના મંગલ પ્રાગટ્ય ઉત્સવ એવમ સત્સંગ સેતુ વાર્ષિકોત્સવ તા. ૭ અને ૮ મે શુક્રવાર અને શનિવાર ૨ દિવસિય ઓનલાઇન ભવ્ય ઉજવણી રાત્રે ૯ કલાકે સત્સંગ સેતુ નાં ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવશે. વિશ્વભરમાં ફેલાયેલા ૅસત્સંગ સેતુ ના હજારો સભ્યો પૈકી દેશ વિદેશના ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ કરશે અનેક વિવિધ પ્રસ્તુતિ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ને ઓનલાઇન કાર્યક્રમ માં જોડાવા નિમંત્રણ.

જયારે સમાજ ભયગ્રસ્ત બનીને ધર્મ થી અને પ્રભુ દર્શન થી વંચિત બની રહ્યા હતા ત્યારે રાજકોટ ની શ્રી કૃષ્ણાશ્રય હવેલી ના યુવાવૈષ્ણવ આચાર્ય પૂ પા ગો ૧૦૮ શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી એ વિશેષ શ્રમ લઈને ઓનલાઇન ઝૂમ એપ ના માધ્યમ થી સત્સંગ સેતુ ના સંગઠન દ્વારા વિશ્વભર નાં ધર્મિષ્ઠ શ્રોતાજનોને

વિવિધ સાંપ્રદાયિક વિષયો ઉપર ધર્મઉપદેશ કરાવી પોષણ આપવા સાથે કેવલ પ્રભુજ સંકટ કાળ માં રક્ષક  અને સર્વ સમર્થ છે જેના પર પ્રભુ ની પૂર્ણ કૃપા હોય એનો વાળ પણ વાંકો ન  થઇ શકે માટે પ્રભુ શરણે આવવા સતત્ત પ્રેરિત કર્યા છે. સત્સંગ સેતૂ ઓનલાઇન ઝૂમ એપ નાં માધ્યમ થી સળંગ ૧ વર્ષ થી આપશ્રી  વૈષ્ણવ પરિવારોને શ્રી મહાપ્રભુજી રચિત ષોડશૅંગ્રંથ, નિત્ય પાઠ, કીર્તન, શ્રીંગાર, સામગ્રી તથા માલાજી ના કલાસિસ દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે અને છેલ્લા છ માસ થી ૫ વર્ષ થી ૧૬ વર્ષ ના બાળકો માટે દર રવિવારે બાલપાઠશાળા નું પણ સંચાલન કરી રહ્યા છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર - ગુજરાત અને વિશ્વભરનાં ભાવુક વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી નાં પ્રાગટ્ય ઉત્સવ એવમ સત્સંગ સેતુ વાર્ષિકોત્સવ માં જોડાવા રાજકોટ શ્રી કૃષ્ણાશ્રય હવેલીનાં આચાર્યશ્રી દ્વારા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

સંકલન :

ભરત કાનાબાર

વિજય વસાણી

રાજકોટ-આટકોટ

(12:56 pm IST)