Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ઉના પાસે બાઇકને ઇકો કારે ઠોકરે ચઢાવતા પતીની નજર સામે પત્‍નીનું મૃત્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ :.. ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ગાંગડા ગામ પાસે ડબલ સવારી મોટર સાયકલને ઇકો મોટર કાર ચાલકે પાછળથી ટકકર મારતાં પતિની સામે પત્‍નીનું ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું. પતિને માથામાં ઇજા થઇ હતી.

ઉના તાલુકાનાં ગાંગડા ગામનાં ધુધાભાઇ પુંજાભાઇ ખસીયા દરબાર (ઉ.૬પ) પોતાના મોટર સાયકલ નંબર જીજે-૩ર-પી-૧૧૦૩ ઉપર તેમની પત્‍ની બાબુબેન ઘુઘાભાઇ ખસીયા (ઉ.વ.પપ) ને પાછળ બેસાડી પશવાળા ગામે કુટુંબીક કામ પતાવી ગાંગડા ઘરે જતા હતા ત્‍યારે ઉનાથી ૧ર કિ. મી. દુર ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર તુલસી હોટલ સામે પહોંચતા એક ઇકો મોટર કાર નં. જી-પ-૦પ-આર.એલ. ૬૧૬૬ નાં ચાલકે પુરઝડપે બેદરકારીથી મોટરકાર ચલાવી ડબલ સવારી મોટર સાયકલને પાછળથી જોરદાર ટકકર મારતાં ઘુઘાભાઇ અને તંત્રના પત્‍ની નાનુબેન રોડ ઉપર મોટર સાયકલ સાથે પડી જતા નાનુબેનને માથામાં ગંભીર ઇજા થવાથી કમકમાટી ભર્યુ મોત થયું હતું. અને ઘુઘાભાઇ પગમાં ફ્રેકચર, માથામાં કપાળમાં, આંખમાં ગંભીર ઇજા થતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ છે.

ઉના પોલીસે સ્‍ટેશનમાં ઇકો મોટર કાર ચાલક સામે અકસ્‍માત કરી પત્‍નીનું મોત નિપજાવી તેમને ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકને પકડવા તજવીજ હાથ ધરી હતી.

(11:02 am IST)