Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

યમરાજને હરાવી જીવન સામેનો સંઘર્ષ જીત્‍યો, ભરાડા ગામે નવજાત સુજલ જંગ જીતી, વહીવટીતંત્રને શાબાશી

વઢવાણઃ કહેવાય છે ને કે જાકો રાખે સાંઈયા માર શકે ન કોઈ એવું જ કંઈક ગત બુધવાર નાં રોજ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાંથી મળેલી તાજી જન્‍મેલી બાળકી સાથે બન્‍યું હતું. ધ્રાંગધ્રા તાલુકામાં મમતા ને લજવતા કિસ્‍સાઓમાં ગત અઠવાડિયે બનેલા આ કિસ્‍સામાં ચારેકોર થી માતા ઉપર ફીટકાર વરસી હતી ગામ લોકોએ બાળકીને જોતા એના જીવવાની કોઈ આશા દેખાતી નહોતી પણ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ત્‍યારબાદ આરોગ્‍ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. મોત સામેનો જન્‍ગ જીતીને દીકરી સ્‍વસ્‍થ બનતા વહીવટીતંત્ર અને લોકોએ ખુશી વ્‍યક્‍ત કરી હતી પણ બાળકીના માતા પિતા ની કોઈ ભાડ ન મળતા આખરે હિન્‍દૂ રીત રિવાજ મુજબ છઠી ની વિધિમાં બાળકીનું નામ કરણ કરવામાં આવ્‍યું હતું. સાધુ સંતો, ધ્રાંગધ્રા હળવદ નાં ધારાસભ્‍ય, જિલ્લા પોલીસ વડા,સામાજિક સંસ્‍થા નાં આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો અને લોકોની હાજરીમાં નામકરણ કરવામાં આવ્‍યું હતું જેમાં જલ કોઈ પણ સ્‍વરૂપમાં પવિત્ર છે અને દીકરી જલમાં થી મળી હોવાથી એનું નામ સુજલ રાખવામાં આવ્‍યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા દુધાતે ભાવુક બનીને દીકરીને આશીર્વાદ આપ્‍યા સાથે નસીબવાન ગણાવી હતી કારણ દુનિયાભર માં બાળકોના માત્ર માતા પિતા હોય છે જયારે અહીં અનેક માતા પિતા અને તેમની લાગણી, પ્રેમ આશીર્વાદ આ દીકરી સાથે છે એમ જણાવ્‍યું હતુંᅠ ᅠ જો કે મોટી સંખ્‍યામાં લોકોએ સુજલના કપડાં, શિક્ષણ અને કેળવણી માટે ખર્ચની તૈયારી બતાવી હતી પણ વહીવટી નિયમ મુજબ સુજલ ને હવે ચિલ્‍ડ્રન હોમᅠ મોકલવામાં આવશે. આ સમગ્ર કિસ્‍સામાં તાલુકા પીએસઆઈ જે બી મીઠાપરા ,તેમનો સ્‍ટાફ અને આરોગ્‍ય તંત્ર સાથે ખાનગી ડો, રમેશભાઈ બજાણીયા એ સુજલનાં નવજીવન માટે રીતસરની દોડ ધામ કરી હતી.

(11:39 am IST)