Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

૧૩ વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્‍કર્મ

ચોટીલાના નવાગામ (દેવપરા)ની ઘટના

ચોટીલા તા. ૬ : ચોટીલા પંથકમાં પ્રેમ સંબધ માં ફસાવી ભોળી છોકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કિસ્‍સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્‍યારે નાની મોલડી પોલીસ મથક નીચેના નવાગામ (દેવપરા) ગામે ૧૩ વર્ષની સગીરા ભગાડી જનારને સીપીઆઈની ટીમે તાત્‍કાલિક પકડી પાડી પોસ્‍કો બળાત્‍કાર સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.ᅠ

માહિતી મુજબ નવાગામ (દેવપરા) ની સીમમાં બાવળીયા સવશીભાઇની વાડી ભાગીયું રાખી ખેત મજુરી કરતા મૂળ વિછીયા તાલુકાના ખેડૂત પરિવારની આશરેᅠ ૧૩ વર્ષની દિકરીને રાજકોટના ધમલપુર ગામનો આરોપી યુવાન ધરજીયા વિજયભાઇ ઓઘડભાઇએ ફરીયાદીની દિકરી સગીરવયની હોવાનુ જાણવા છતા આરોપીએ પ્રેમ સબંધ બાંધી વાલીપણામાંથી લઇ જઇ ભોગબનનાર સાથે અવાર નવાર બળાત્‍કાર કરી ગુન્‍હો કર્યા અંગે સર્કલ પીઆઇને ફરીયાદ કરીલ હતી.

નાની મોલડી પોલીસ મા સર્કલ પીઆઇ ડી. એમ. રાવલ એ રૂબરૂ સગીરાના માતાની ફરિયાદ ઉપરથી આરોપી વિરૂદ્ધ અપહરણ, બળાત્‍કાર, તેમજ પોકસો સહિતની કલમે ગુનો દાખલ કરી તપાસ હાથધરી આરોપીને ગણતરીની કલાકોમાં હસ્‍તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસ ના જણાવ્‍યા મુજબ આ ગુનામાં અન્‍ય કોઇ મદદગારો છે કે કેમ તે અંગે સઘન તપાસ કરાશે તેમજ આરોપીનો મેડીકલ ચકાસણી બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

(11:42 am IST)