Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ઓખાનાં બેટ ગામમાં વિજ શોકથી ગાયનું મોત : તંત્ર સામે આંદોલનની ચિમકી

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૬ : વિશ્વ પ્રસિધ્‍ધ ઓખા બેટ યાત્રાધામ દરિયાની વચ્‍ચે બિછાવેલી લાઇનલ હાલતા ફોલ્‍ટમાં જતા બેટ દ્વારકામાં આઠ દસ દિવસનો વીજળી કાપ રખાય છે. તેમાંયે બેટ ગામના પીજીવીસીએલના થાંભલા (પોલ)ના લાઇનો એટલી ખરાબ છે કે જાહેર વિસ્‍તારમાં લટકતા વાયરો અનેક પશુના મોતના કારણ બન્‍યા છે.

અહીં દર ચોમાસામાં બે થી ત્રણ ગાયોના શોટસર્કિટથી મોત થાય છે. આજરોજ ઇદના પવિત્ર દિવસે વિજળીના શોર્ટસર્કીટથી વધુ એક ગાયનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જેને કારણે હિન્‍દુ મુસ્‍લિમ સમાજમા શોક છવાયો હતો.

અનેક લેખીત મૌખીક રજુઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી. અને હવે પીજીવીસીએલ દ્વારા તુરંતમાં કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે તો દરેક સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્‍ચારાઇ છે.

(11:48 am IST)