Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સુરેન્‍દ્રનગર : ડીગ્રી વગર ડીલીવરી કરી મહિલાનું મોત નિપજાવવા અંગે આરોપી મહિલાને ૩ વર્ષની સજા

સગર્ભા મહિલાના મળત્‍યુના બનાવમાં થાનની મહિલાનુંસારવાર કરતા સગર્ભાનું મોત થયું હતું જે કેસમાં કોર્ટે ૩ વર્ષની સજા કરી છે.

થાનગઢના સરકારી દવાખાના સામે રહેતા નીતાબેન ભરતભાઇ ઝીંઝુવાડિયા તા.૪-૩-૨૦૧૮ના રોજ રાત્રી દરમિયાન ખાખરાથળ વાડી વિસ્‍તાર રામાપીરના મંદિર પાસે રહેતા સગર્ભા લાખુબેન હકુભાઇ રંગપરાને ડિલિવરી કરાવી હતી.તે દરમિયાન સગર્ભાને ઇન્‍જેક્‍શનો અને બાટલા ચઢાવ્‍યા હતા તે દરમિયાન લાખુબેનનું મોત થયું હતું. બેદરકારી છૂપાવવા નીતાબેને ડિલિવરી દરમિયાન આપેલી દવા, ઇન્‍જેક્‍શનો ચડાવેલા બાટલા પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવની ફરિયાદ થતા નીતાબેનની ધરપકડ કરી હતી.

આ કેસ સુરેન્‍દ્રનગર કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં વકીલ પી.જી.રાવલે દલીલ કરી કે આરોગ્‍ય અધિકારીએ ફરિયાદ કરી હતી જેના પુરાવામાં જણાવ્‍યું છે કે લાખુબેનને સુવાવડ ૫-૩-૧૮ના રોજ ઘરે થઇ હતી. તે કરનાર નીતાબેન હતા સગર્ભાને સુવાવડ બાદ વધુ બ્‍લિડિંગ થતા મળત્‍યુ થયું હતું. જિલ્લા આરોગ્‍ય અધિકારીની મળતકના સાસુ રાજુબેનની પૂછપરછમાં સુવાવડ માટે થાનથી નીતાબેનને બોલાવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું. તેમણે સગર્ભાને બાટલા અને ઇન્‍જેક્‍શન આપ્‍યા હતા સવારે મળત બાળક જન્‍મ્‍યું હતું. રક્‍તષાાવ થતા નીતાબેને ઇન્‍જેક્‍શન આપી પરત જતા રહ્યા હતા.

 લાખુબેનની તબિયત બગડતા રાજકોટ રિફર કરાયા પરંતુ તેમનું મળત્‍યુ થયું. આ સારવાર કરનાર નીતાબેન પાસે કોઇ તબીબી ડિગ્રી ન હોવા છતા સુવાવડ કરી અતે તેમની બેદરકારીથી સર્ગભાનું મળત્‍યુ થયું હતું. પુરાવામાં પણ નીતાબેન ડીલિવરી માટે આવ્‍યાનું સ્‍પષ્ટ જણાવે છે.

 બંન્ને પક્ષોની દલીલ ૧૯ લોકોના મૌખીક પુરાવા, ૮ દસ્‍તાવેજી પુરાવા ધ્‍યાને લઇ સત્ર ન્‍યાયાધિશ કુ.એસ.વી. પિન્‍ટોએ નીતાબેનને તકસીરવાર ઠરાવી ૩ વર્ષની સાદી કેદની સજા, ૧૦ હજારનો દંડ કર્યો હતો. જો તે ન ભરે તો દંડના બદલામાં વધુ ૩ માસની સાદી કેદનો હુકમ કરાયો હતો. કલમ ૨૦૧ મુજબ ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૩ હજાર દંડ કરાયો હતો.જો તે ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા ફટકરી. મેડિકલ પ્રેક્‍ટીશનર એક્‍ટ મુજબ રૂ.૫૦૦ દંડ કરાયો હતો. આરોપીએ જેટલો સમય કસ્‍ટડીમાં ગાળ્‍યો તેને સજામાંથી મજરે આપવા હુકમ કરાયો હતો.

(11:50 am IST)