Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જુનાગઢમાં સંઘની ચૂંટણી

 જૂનાગઢ જિલ્લા સહકાંરી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્‍ટરની ચૂંટણીમાં અગાઉ બિન હરીફ થયેલ અને તમામ બોર્ડ ડિરેક્‍ટરીઓ ચૂંટણીમાં બિનહરીફ ચુંટાઈ આવેલ ત્‍યારબાદ  નિયમાનુસાર  પ્રમુખ તરીકે  લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ તથા ઉપ પ્રમુખ પદ  જયેશભાઈ ગુંદાણીયા ચુંટાઈ આવેલ છે. જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનું કાર્યક્ષેત્ર જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ છે. આ ત્રણે જિલ્લામાં ખેડૂતોને ખાતર, બિયારણ, અને જંતુનાશક દવાઓ પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવે છે. આજની આ ચૂંટણીમાં પ્રમુખ  તરીકે લક્ષ્મણભાઈ યાદવ ને શુભેચ્‍છા - અભિનંદન પાઠવવા જિલ્લા ભાજપ પ્રમુખ   કિરીટભાઈ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના  દિનેશભાઈ ખટારીયા, મનુભાઈ ખુંટી, જેઠાભાઇ પાનેરા , નટુભાઈ પોકિયા, બાઘુભાઈ વેગડ જુદા જુદા યાર્ડના ચેરમેનો તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના આગેવાનો, સહકારી રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:27 pm IST)