Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ધ્રોલના હમાપરમાં દેવાબાપાના મંદિરે જીભ ચટાડીને ખરજવામાંથી મુક્‍તિ : કાલે બાપાનો માંડવો

ધ્રોલ,તા.૬ : આજના આધુનીક યુગમાં વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વધ્‍યું હોય પરંતુ શ્રધ્‍ધા અને દેવીશકિત સામે આજની તારીખે પણ વામણુ પુરવાર થઈ રહયું છે તેનો સચોટ દાખલો ધ્રોલ તાલુકાના હમાપર ગામના માતાજીના પરમ ઉપાસક ભરવાડ દેવાબાપા મુંધવાની શકિતના પરીણામે આજે પણ તબીબી જગતને પડકારરુપ ખરજવાની બીમારી જડમુળથી નાબુત થાય છે અને ઓછા પ્રચલીત એવા ધ્રોલ તાલુકાના હમાપર ગામે દેશ વિદેશથી લોકો પોતાની આ ખરજવાની બીમારી મટાડવા માટે અહી આવે છે ત્‍યારે દેવલોક થયેલ દેવાબાપાની કળપાથી આજની તારીખે પણ આ બીમારી મટાડવા માટે વારસો સાચવી રાખ્‍યો છે

 હમાપરના દેવાબાપા નિત્‍યક્રમ પ્રમાણે ધેટા-બકરા ચારવાના સમય પસાર કરીને ખરજવાની બીમારી મટાડવાના મળેલ વરદાનથી સેવા કરી દુઃખીયારાઓની સેવા કરતા હતા તેવામાં ગામને દેવાબાપા પર નાગબાઈ માતાજીના આર્શિવાદ હોવાની વાત ખબર પડવા લાગી અને સાત બહાર આવતા દેવાબાપાએ ગેલ નદીના કિનારે જીવતા સમાધી લઈ લીધી પરંતુ દુઃખીયારાઓનું  દુઃખ દુર કરવાના આર્શિવાદ દેવાબાપા આપતા ગયા હોવાથી વારસાગત માણસુર બાદ, સીદીબાપા ભરવાડ જીભથી ચાટીને ખરજવાની બીમારી મટાડવાની પરંપરા ચાલુ રાખીને હાલમાં પણ આ ખરજવાનું દુઃખ મટાડવવા માટે રતાબાપા ભરવાડ આ માનવ પુણ્‍યનું કામ કરી રહયા છે.

 આધુનીક તબીબી વિજ્ઞાન જગતને પડકારરૂપ આ કિસ્‍સામાં ધ્રોલના માપર ગામે આજની તારીખે પણ આ દુઃખીયારાઓની પીડા મટાડવાની સેવા ચાલુ હોય સંપુર્ણ આસ્‍થા સાથે તબીબી વિજ્ઞાન પણ ન મટાડી શકે તેવા શરીરના દર્દીઓ અહીંયા મટે છે તે માત્ર શ્રધ્‍ધાના બળે....અને તેવા અનેક દાખલાઓ પણ છે અને દેશ-વિદેશથી હમાપર ગામે પોતાની પીડા મટાડવા માટે આવી રહયા છે.

 આફ્રીકાની મહીલાનું કેન્‍સર અને મુંબઈના તબીબની દીકરીનું માથાનું ખરજવું મટી ગયુ.

ધ્રોલ તાલુકાના હમાપર ગામે દેવાબાપાના આર્શિવાદ સાથે માતાજીની કળપા હોવાથી હાલમાં રતાબાપા ભરવાડ જીભથી ચાટીને દુઃખીયારાઓના દર્દ મટાડી રહયા છે તેવામાં હમાપરની આ વાત આફ્રીકા સુધી પહોંચી હતી અને એક મહિલા હમાપર આવી પહોંચી વિશ્વાસ સાથે આ મહીલાએ દેવા બાપાના મંદિરે દર્શન કરીને શ્રધ્‍ધા રાખવાથી તેનું કેન્‍સર મટી થવા પામ્‍યુ હતુ અને એક મુંબઈના તબીબની દીકરીને માથામાં ખરજવુ હોય અનેક ઈલાજ કરવા છંતા દીકરીનું ખરજવુ ન મટતા અંતે હમાપરની વાત સાંભળીને આ તબીબ પોતાની દીકરીને લઈને અહીં આવ્‍યા બાદ માથામાં જીભ ચાટવાથી આ દીકરીનું ખરજવું મટી ગયું હોવાની વાત જાણી છે હાલમાં પણ રાજકોટ-જામનગરના નામાંકીત તબીબો અહીયા એટલે કે હમાપર આવીને શરીરના અસાધ્‍ય રોગોની પીડા મટાડવા માટે જીભ ચટાડવામાં આવે છે

 દેવાબાપાનો વારસો જાળવી આજે રતાબાપા ભરવાડ દેવાબાપાનું નામ લઈને પોતાની જીભથી ખરજવુ ચાટીને લોકોના દર્દ મટાડે છે.  ધ્રોલ તાલુકાના હમાપર ગામના દેવાબાપા મુંધવા ભરવાડ ઉપર નાગબાઈ માતાજીની કળપા બાદ પરંપરાગત જીભથી લોકોના દુઃખ દર્દ મટાડવાની સેવા ચાલુ હોય આજે પણ તબીબી વિજ્ઞાન માટે પડકારુપ ખરજવા સહીતની બીમારી માટે જીભ ચાટીને રતાબાપા ભરવાડ આ પુણ્‍યનું કામ કરી રહયા છે અને વાતો સાંભળીને ધણા લોકો હમાપર ગામે આવીને પોતાનું દુઃખ દર્દ મટાડી રહયા હોય બહુ ઓછી -ચલીત આ જગ્‍યાએ કોઈ ફંડ ફાળો લેવામાં આવતો નથી શ્રધ્‍ધાના જોરે આ કામ થઈ રહયુ હોય નાગબાઈ માતાજીના આર્શિવાદથી આ સત આજની તારીખે હમાપર ગામે ટકેલું જોવા મળે છે.

(1:33 pm IST)