Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ધોરાજીના વોડ નંબર ૭માં ખુલ્લી ગટરોના કારણે ગંદકીનો ફેલાવો સતાધારી કોંગ્રેસ પાર્ટીના સુધરાઇ સભ્ય ઉઠાવ્યો વિરોધ

ચાર ચાર વર્ષથી ધોરાજી નગરપાલિકામાં ફરિયાદ લેખિતમાં આપવા છતાં વોર્ડ નંબર સાત મા સત્તાધીશો ઓરમાયુ વર્તન રાખતા હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના સુધરાઇ સભ્ય.. દિલીપભાઈ જાગાણી:ધોરાજીના વોડ નંબર ૭માં ખુલ્લી ગટરોના કારણે ગંદકીનો ફેલાવો સતાધારી કોંગ્રેસ પાર્ટીના સુધરાઇ સભ્ય ઉઠાવ્યો વિરોધ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના વોડ નંબર ૭માં ખુલ્લી ગટરોના કારણે ગંદકીનો ફેલાવો સતાધારી કોંગ્રેસ પાર્ટીના સુધરાઇ સભ્યએ વિરોધ કર્યો હતો
ધોરાજીના વોર્ડ નંબર 7 ના સતાધારી કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના સદસ્ય દિલીપભાઈ જાગાણી એ નગરપાલિકાના સત્તાધીશો સામે વિરોધ કરતા જણાવેલ કે અમારે આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ખુલ્લી ગટરોને કારણે ગંદકીનો માહોલ સર્જાયો છે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી છે છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે આ બાબતે છેલ્લા ચાર વર્ષથી લેખિત ફરિયાદ કરવા છતાં પણ પ્રજાના હિત ખાતર કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું અને જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ગંદકી ફેલાય તેવી દહેશત પણ સેવાઇ રહી છે આ વિસ્તારના રહીશોએ પણ વારંવાર વિરોધ કર્યો છે છતાં પણ ખુલ્લી ગટરો ઢાંકવામાં નથી આવતી તેમજ સફાઇ બાબતે પણ ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે તે બાબતે ખુલ્લેઆમ આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો
આ વિસ્તારની મહિલા પ્રભાબેન જાગાણી વિગેરે મહિલાઓએ પણ જણાવેલ કે આ વિસ્તારમાં સફાઇ બાબતે કર્મચારીઓ પૈસા માગતા હોવાનો પણ જણાવ્યું હતું તેમજ સાત દિવસ થવા છતાં પણ નગરપાલિકા દ્વારા સફાઈ કામ થતું નથી અને ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં દુર્ગંધને કારણે રહી શકાતું નથી જેથી તાત્કાલિક ધોરાજી નગર પાલિકાના સત્તાધીશોએ પ્રજાના હિતમાં કામ કરવું જોઈએ
કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં જ કોંગ્રેસના સુધરાઈ સભ્યો એ જ સત્તાધીશો સામે કાદવ ઉછાળયા
ખરા અર્થમાં પ્રજાનો કામ થતું નથી તેનો પુરાવો આપ્યો
ધોરાજી નગરપાલિકા તમામ પ્રકારના વેરા વસૂલે છે છતાં પણ આવશ્યક સેવાઓ ગટરો સફાઇ બાબતે સાત સાત દિવસથી આ વિસ્તારમાં કચરો ઉપાડવા આવતા નથી અને ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે
તાત્કાલિક ઘટતું કરવામાં નહીં આવે તો વોડ નંબર ૭ માં જનઆંદોલન દ્વારા વિરોધ દર્શાવવામાં આવશે પ્રેમ આ વિસ્તારની મહિલાઓએ તેમજ સત્તાધારી પક્ષના સુધરાઇ સભ્ય દિલીપભાઈ જાગાણીએ જણાવ્યું હતું

 

 

(6:44 pm IST)