Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

માળીયાના ખીરઇ ગામ નજીક દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ એક મહિલાની ધરપકડ:બીયરના જથ્થા સાથે એક ઝડપાયો.

માળીયાના ખીરઇ ગામના તળાવ પાસે જાહેરમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. જ્યાં તેની મહિલા સંચાલકની માળીયા પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ખીરઇ ગામની તળાવની પાળ પાસે માળીયા પોલીસે રેઇડ ચલાવી હતી. જ્યાં મહિલા આરોપી  મુમતાઝ અબુભાઇ કટીયા દેશી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦તથા ઠંડા આથાના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા પ્લા.ના બેરલ નંગ-૦૨ આથો લીટર ૪૦૦ ની કિ.રૂ.૮૦૦ તથા દેશી દારૂ ના કેરબા નંગ ૧ મા રહેલ દારૂ લી-૨૫ કિ.રૂ.૫૦૦ તથા ભઠ્ઠીના સાધનો પ્લા.ની પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦ મળી કુલ કિ.રૂ.૧૫૦૦ ના મુદામાલ સાથે મળી આવી હતી.
હાલ માળીયા પોલીસે પ્રોહિ.કલમ ૬૫,બી,સી,ડી,ઇ,એફ,મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયામાં ખીરઈ ગામ નજીક બીયરના જથ્થા સાથે એક ઝડપાયો.
માળીયામાં ખીરઇ ગામે જાહેરમાં બીયરનું વેચાણ કરતા ઈસમની માળીયા પોલીસે ધરપકડ કરી હતી. જયારે તેને દારૂ પહોંચાડનાર અન્ય 2 ઈસમોની પોલીસે  શોધખોળ શરુ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ખીરઇ ગામની તળાવની પાળ સામે આવેલ મામદભાઇ સામતાણીની વાડીમા આરોપી અબુ ફતેમામદ કટીયાને આરોપી ઇકબાલ હાજીભાઇ અને ઇકબાલનો ભત્રીજો બીયરના ટીન વેચાણ કરવાના ઇરાદે આપી જતા રહ્યા હતા. માળીયા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન   આરોપી અબુ ફતેમામદ કટીયા ભારતીય બનાવટ ની કીગફીશર કંપનીનીસ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૨૪ કી.રૂ.૨૪૦૦/-ના સાથે મળી આવ્યો હતો અને આ દારૂ ઇકબાલ હાજીભાઇ અને ઇકબાલનો ભત્રીજોએ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.
હાલ પોલીસે પ્રોહિ.કલમ ૬૫એઇ, ૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 am IST)