Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પોરબંદરમાં ખારવા સમાજ કપ ક્રિકેટ ટુર્નામેન્‍ટના ફાઇનલમાં મીરાજ ઇલેવન ચેમ્‍પીયન

(પરેશ પારેખ દ્વારા) તા.૬: પોરબંદર સમસ્‍ત ખારવા સમાજ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ખારવા સમાજ કપ - ૨૦૨૨ની ફાઇનલ મેચમાં મીરાજ ઇલેવન ચેમ્‍પીયન થતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

પોરબંદર સમસ્‍ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ ખારવા સમાજ કપ-૨૦૨૨નુ  આયોજન કરવામા આવેલ.

આ ટુર્નામેન્‍ટ મા ૩૧ જેટલી ટીમો એ ભાગ લીધેલ હતો. ટુર્નામેન્‍ટ નો ફાઈનલ મેચ રામદેવજી ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્‍ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની હતી.       

ખારવા સમાજમાં વાણોટ પવનભાઈ શિયાળ, અધ્‍યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ, બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, ફીશ સપ્‍લાર્યસ એસો.ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્‍બરશ્રીઓ, સેફ્રોન રેસ્‍ટોરેન્‍ટના અજયભાઈ મોતીવરસ, સીલ્‍વર સી ફુડના વિરેન્‍દ્રભાઈ જુંગી, અમર ગૃપ ઓફ પોરબંદરના પરમભાઈ પાંજરી તથા ઉપસ્‍થિત સર્વે આગેવાનો ના હસ્‍તે વિજેતા ટીમને ચેમ્‍પીયન ટ્રોફી તેમજ રૂ. ૧૫,૦૦૦/ રોકડ પુરસ્‍કાર આપવામા આવેલ.

રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ.૭,૦૦૦/ રોકડ પુરસ્‍કાર આપવામા આવેલ. તેમજ મેન ઓફ ધ મેચ - રોનક લોઢારી, બેસ્‍ટ બોલર - મનિષ મોતીવરસ, બેસ્‍ટ બેસ્‍ટમેન - કલ્‍પેશ ખેતરપાલ, મેન ઓફ ધ સીરીઝ - રોનક લોઢારી અને ટુર્નામેન્‍ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્‍ટો આપી પ્રોત્‍સાહીત કરવામા આવેલ હતા.  અને  ઉપસ્‍થિત મુખ્‍ય મહેમાનોને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી યાદી રૂપે મોમેન્‍ટો આપવામા આવેલ હતા.

(10:16 am IST)