Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધ્રોલ : ડી.એચ.કે. મુંગરા કન્‍યા વિદ્યાલયમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી

ધ્રોલઃ શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્‍યા વિદ્યાલય -ધ્રોલમાં આચાર્યશ્રી ડો. પ્રવિણાબેન જે.તારપરા માર્ગદર્શન હેઠળ એનસીસી અંતર્ગત વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં વધતી જતી પેટ્રોલ, ડીઝલ સીએનજી જેવા બળતણની જરૂરીયાત સાથે મોંઘવારીને પહોંચી વળતા સાયકલનો વપરાશ વધારવા માટે એનસીસીના પ્રો.ઓ. પુનિતાબેન મછોયા, હેમાંશીબેન સાપોવડીયા અને વિદ્યાર્થીની બહેનોના સહયોગથી એક સાયબલ રેલીનું આયોજન કરેલુ. વેકેશનનો સમયગાળો હોવાથી શાળાની એનસીસીની લગભગ ૧૫ જેટલી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ. સાયકલના વપરાશથી થતાં શારીરિક ફાયદા ઉપરાંત પર્યાવરણનું જતન પણ થાય છે. રેલી અને સુત્રોચ્‍ચારથી વિદ્યાર્થીની બહેનોએ આસપાસની સોસાયટીમાં લોકોને સાયકલનો ઉપયોગ કરવા જણાવ્‍યુ હતું. સંસ્‍થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલ, ઉપપ્રમુખ  ડો. વિજયભાઇ સોજીત્રા અને સંચાલક વિજયભાઇ મુંગરાએ શુભેચ્‍છા પાઠવી હતી. 

(11:39 am IST)