Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બગસરામાં ૪ ટન રેતી ચોરી ઝડપાઇ

અમરેલીઃ બગસરા પોલીસ સ્‍ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૧/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૩૭૯,૧૧૪ તથા એમ.એમ.ડો.આર. ક. ૨૧ તથા એમ.વી.એક્‍ટ ક. ૩,૧૮૧ મુજબનો ગુનો બગસરા ટાઉનમા બનેલ હોય આ કામના તહો.નં.(૧) નાએ ગેર કાયદેસર વગર પાસ પરમીટે તથા ડ્રાઈવિંગ લાયસન્‍સ તથા ટ્રેક્‍ટરના આર.ટી.ઓ. લગત સાધનિક કાગળો વગર પોતાના હવાલા વાળા ટ્રેક્‍ટર જેના રજી.નં.જીજે.૧૪.એપી.૭૮૧૦ ની સાથેની ટ્રોલી જેના રજી.નં જીજે.૧૪.એક્‍સ.૯૦૭૫મા આશરે ૦૪ ટન રેતી જેની કિ.રૂ.૨૦૦૦/- તથા ટ્રેક્‍ટર તથા ટ્રોલીની કિ. રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૨,૦૦૦/ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તહો.નં ૨ નાએ મદદગારી કરી હાજર નહી મળી આવી ગુન્‍હો કરેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્‍હો કરેલ. આરોપીઃ (૧) ચેતનભાઇ જરૂભાઇ અમલીયાર ઉ.વ.૨૯ ધંધો ડ્રાઈવિંગ રહે. મૂળ છોટે મંડલી ,તા.પીટોઝ, જિ.જાંમવા(એમ.પી), હાલ બગસરા અમરેલી બાયપાસ,  તથા (૨) આસિફભાઈ રહે. બગસરા છે. આ કામગીરીમાં બગસરા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર  એ.એમ.દેસાઇના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ એ.એસ.આઈ. કે.એમ ડાભી તથા ટાઉન બીટ સ્‍ટાફ જોડાયેલ હતા.

(12:06 pm IST)