Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

જામનગરમાં દારૂના ગુન્‍હામાં ફરાર રાણપુરનો બાવાજી ઝબ્‍બે

જામનગર તા.૬ : જામ સીટી બી ડીવી. પો. સ્‍ટે.ના અલગ અલગ બે દારૂના કેસમાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી સાગર પ્‍ભુદાસ રામદેપોત્રા બાવાજી રહે. રાણપર ગામ, ધીગેશ્વર મહાદેવના મંદિર બાજુમાં, તા. ભાણવડ વાળો હાલ વિકટોરીયા પુલ વિસ્‍તારમાં હાજર છે. જે હકિકત આધારે રેઇડ કરી ઝડપી પાડી પુછપરછ કરતા પોતે જામનગર શહેરમાં આજથી પાંચેક માસ પહેલા નોંધાયેલ દારૂના બે અલગ અલગ ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હોવાનું જણાવતા મજકુર પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુરની પુછપરછમાં આરોપી અગાઉ પણ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવેલ છે.

આ કામગીરી પો.ઇન્‍સ. કે.જે.ભોયે તથા પો. સબ. ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. મુકેશસિંહ રાણા, રવીરાજસિંહ જાડેજા, કિપ્રાલસિંહ સોઢા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, હિતેષભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:20 pm IST)