Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

હળવદ નજીક ટ્રાવેલ્‍સ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત : ૧૦થી વધુ લોકોને ઇજા

ટ્રાવેલ્‍સની મોરબીથી સુરેન્‍દ્રનગર જતી બસનો થયો અકસ્‍માત

 (દીપક જાની દ્વારા )  હળવદ,તા.૬ : તાલુકા ના કવાડિયા ગામના પાટિયા નજીક મોરબીથી સુરેન્‍દ્રનગર જતી ખાનગી ટ્રાવેલ્‍સ અને ટ્રેઇલર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ૧૦ જેટલા લોકોને ઇજા પોહચી હતી

 અકસ્‍માતની મળતી વિગત મુજબ મોરબીથી સુરેન્‍દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્‍સની બસ અને ટ્રેઇલર વચ્‍ચે અમદાવાદ હળવદ હાઇવે પર કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં બસને ભારે નુકશાન થયું છે. અને બસમાં સવાર મુસાફરોમાંથી ૧૦ જેટલા લોકોને નાના મોટી ઇજાઓ પોહચી છે. જેમાં ૧) મફાભાઇ ખીમાભાઇ ડાભી (ઉ.વ.૪૨) રહે. સુરેન્‍દ્રનગર ૨) મીનાબેન રાજુભાઈ (ઉ.વ. ૩૫) રહે. કોંઢ ૩) તકુબેન કરમશીભાઇ (ઉ.વ.૬૦) રહે. સુરેન્‍દ્રનગર ૪) ફૈજુબેન અકબરભાઈ (ઉ.વ. ૪૨) રહે. ભરાડા ૫) નસીમબેન નાસીર (ઉ.વ.૪૦) ૬) સમીમબેન નાસીંગભાઇ સહિતના ઇજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. 

(1:33 pm IST)