Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધ્રોલમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

 ધ્રોલ :  ધ્રોલ નોર્મલ રેન્જ, જામનગર વન વિભાગ દ્વારા ૫ મી જુન વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી મે. નાયબ વન સંરક્ષકશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.જી.વી. નર્સીંગ કોલેજ ધ્રોલ (ખારવા) ખાતે કરવામાં આવેલ. જેમાં સાઇકલ રેલી અને સ્લો સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધ્રોલ, નર્સીંગ કોલેજના પ્રીન્સીપાલશ્રી, ટ્રસ્ટીશ્રી, સ્થાનિક સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ વનવિભાગનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતી માટેની સાઇકલ રેલી અને સ્પર્ધામાં બહોળા પ્રમાણમાં ભાગ લીઘો હતો અને પર્યાવરણ બચાવવા લોકજાગૃતી માટે પ્રચાર, પ્રસાર કરેલ હતો તથા ભવિષ્યની પેઢીને પર્યાવરણ બચાવવા માટેનો ઉત્કૃષ્ટ સંદેશો આપેલ છે. (સંજય ડાંગર ધ્રોલ)

(1:37 pm IST)