Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સાવરકુંડલા વિધાનસભાના વિસ્‍તારક દિલીપભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં એ.પી.એમ.સી.માં બેઠક

સાવરકુંડલા : વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીને ધ્‍યાને રાખી ભારતીય જનતા પાર્ટીના શિર્ષ નેતૃત્‍વ તરફથી ૧૮૨ વિધાનસભા માટે પાર્ટી તરફથી દરેક વિધાનસભા વાઇઝ એક વિસ્‍તારકશ્રીની નિયુકતી કરી ચોકકસ કામગીરી ફાળવવામાં આવેલ છે. તદાનુસાર સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારના વિસ્‍તારક તરીકે સુરેન્‍દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ અને આજીવન સમર્પિત કાર્યકર દિલીપભાઇ પટેલની નિમણુંક થયેલ છે. તેની જવાબદારીના ભાગરૂપે એ.પી.એમ.સી.માં વિસ્‍તારક દિલીપભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં સાવરકુંડલા મંડલ વિસ્‍તારના જવાબદાર કાર્યકરો અને જીલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તાલુકાના અગ્રણીઓની બેઠક યોજાય. આ બેઠકમાં તાલુકા મંડલ પ્રમુખ જીવનભાઇ વેકરીયા, મહામંત્રી નીતીનભાઇ નગદીયા, ચેતનભાઇ માલાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન પુનાભાઇ ગજેરા, એ.પી.એમ.સી.ચેરમેનશ્રી અને જિલ્લા ભાજપ કિસાન મોર્ચા મહામંત્રી દિપકભાઇ માલાણી, જિલ્લા પંચાયત સદસ્‍યશ્રીઓ શરદભાઇ ગૌદાની, લાલભાઇ મોર, રાહુલભાઇ રાદડીયા, તાલુકા પં.પ્રમુખશ્રીના પ્રતિનિધી લલીતભાઇ બાળધા, ઉપપ્રમુખ વિજયભાઇ ચાવડા, શ્રી મનજીભાઇ તળાવીયા, કમલેશભાઇ કાનાણી, સુરેશભાઇ પાનસુરીયા, જસુભાઇ ખુમાણ, ચંદુભાઇ કસવાળા, કીશનભાઇ ખુમાણ, મહેશભાઇ ભાલાળા, કાળુભાઇ લુણસર, જીતુભાઇ ચોવટીયા, ભરતભાઇ મોરી, કરશનભાઇ ડોબરીયા, બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, અતુલભાઇ રાદડીયા, રમેશભાઇ શ્‍યોરા, મનુભાઇ શ્‍યોરા, અરશીભાઇ શ્‍યોરા, હીમતભાઇ ગુર્જર, ધીરૂભાઇ વોરા, સતીષ મહેતા, જતીન માલાણી, બોરીસાગર સહીત અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા) 

(1:41 pm IST)