Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રોજમદાર મહિલા સફાઈ કામદારો દ્વારા ટાવર ઉપર ચડીને ગળામાં દોરડા નાખીને આત્મવિલોપનનો પ્રયાસ : ૧૫ ની અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રોજમદાર મહિલા સફાઈ કામદારો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા  ૧૫ ની અટકાયત કરવામાં આવી છે.

        રોજમદાર સફાઇ કામદારો દ્વારા કાયમી કરવાની માંગ સાથે નગર ગેટ પાલિકાના ટાવર ઉપર ચડીને દોરડા ગળાના નાખીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામની અટકાયત કરી હતી તંત્ર કે પોલીસને જાણ કર્યા વગર આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(4:40 pm IST)