Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

હળવદમાં ચોરીની શંકાએ માર માર્યા બાદ ઇજાગ્રસ્ત વિપ્ર યુવાનનું મોત : ત્રણ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ

હળવદ,તા.૬: શહેર માં છઙ્ગ દિવસ પૂર્વે ચોરીની શંકાએ યુવાનનેઙ્ગ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હોય મૃતક યુવાનની માતાની ફરિયાદને આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ ફરિયાદી લાભુબેન પ્રદીપભાઈ દવેએ આરોપીઓઙ્ગ પ્રકાશ ઉર્ફે પકો નવલગીરી બાવાજીઙ્ગ (રહે.ભવાનીનગર), રવી ભુરાભાઈઙ્ગ (રહે. ભવાનીનગર), અનિલ જેરામભાઈઙ્ગ કોળીઙ્ગ (રહે.પંચમુખી ઢોરે વાળા) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પુત્ર લાલાભાઈ ઉ.વ.૨૧ ને ભવાનીનગર વિસ્તારમાં આવેલ ત્રણ માળિયા મકાનમાં મોબાઇલ ચોરીની શંકાએ માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે ઘરે આવતા તેને ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે લાભુબેનના દિયરના દ્યરે મોકલી આપ્યો હતો.

તેઓના દિયર લાલાભાઈ ને સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયાં તા. ૩૧ ના રોજ લાલાનું મોત થયું હતું. જેથી લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે ત્રણેય આરોપીઓ વિરૂદ્ઘ હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

(11:54 am IST)