Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મોરબીમાં ભેળસેળ અને ભળતા નામવાળા બિયારણનું વેચાણ કરનાર દુકાનદાર સામે પોલીસ ફરિયાદ

મોરબીના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવી

મોરબી,તા.૬: મોરબીના સરદાર રોડ પર આવેલ એગ્રો એજન્સીમાં ભેળસેળવાળા અને ભળતા નામવાળા બિયારણનું અનધિકૃત વેચાણ કરવામાં આવી રહ્યું હોય જે મામલે ખેતીવાડી અધિકારીએ તપાસ કર્યા બાદ ભાંડો ફૂટ્યો હતો અને દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બિયારણમાં થતી ભેળસેળ અને બિયારણની ગુણવત્ત્।ા બાબતે દેખરેખ રાખવાની સુચના હોય જેથી મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સરદાર રોડ પર આવેલ રવી ચેમ્બર્સમાં આવેલ શ્રી ઉમા એગ્રો એજન્સીમાં તપાસ કરી હતી જેમાં દુકાનદાર બીપીનભાઈ ડુંગરભાઇ વડાવીયા રહે ખાખરાળા તા. મોરબી વાળા હાજર હોય અને દુકાનનું ચેકિંગ કરતા એજન્સીની દુકાનમાંથી ભેળસેળવાળા અને ભળતા નામ વાળા અનઅધિકૃત તેમજ સરકારની માન્યતા વગરના બિયારણ જેમાં કિશન ૫૫૫ ના કુલ ૧૦૦ પેકેટ અંદાજે કીમત રૂ ૭૩,૦૦૦ અને વર્ષા ૧૫૧ (એફ ૧) કુલ ૪૭ પેકેટ અંદાજે કીમત રૂ ૩૪,૩૧૦ અને કપાસ લુઝ બિયારણ ૧૦૦૦ કિલોગ્રામ અંદાજે કીમત રૂ ૧૬,૨૨,૨૨૨ મળીને કુલ ૧૭,૨૯,૫૩૨ નો મુદામાલ મળી આવતા ખેતીવાડી અધિકારીએ દુકાનદાર બીપીન ડુંગર વડાવીયા સામે અનઅધિકૃત અને સરકારની માન્યતા વગર બિયારણ રાખી વેચાણ કરી પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧૫ તથા બિયારણ અધિનિયમ ૧૯૬૬ ની કલમ ૧૯ અને આવશ્યક ચીજવસ્તુ ધારો ૧૯૫૫ ની કલમ ૭ (૧) (ક) મુજબ ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે આરોપી દુકાનદાર સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(11:55 am IST)