Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જૂનાગઢની મહિલાના બે બાળકોનું માતા સાથે પોલીસે મિલન કરાવ્યું

જૂનાગઢ,તા.૬: એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધાવાવની પાટી, વાલ્મિકી વાસ ખાતે રહેતા હરસુખભાઈ માધાભાઈ ટીમણિયા વાલ્મીકિએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની દીકરી મીનાબેન ભીખુભાઇ બારીયા તથા પરિવાર સાથે રૂબરૂ મળી, રજુઆત કરેલ કે, પોતાની દીકરીના નવેક વર્ષ પહેલાં પોરબંદર ખાતે ભીખુભાઇ નગીનભાઈ બારૈયા રહે. જૂનો હરિજનવાસ, મેમણવાડા, પોરબંદર સાથે લગ્ન થયેલ હતા. લગ્નબાદ તેનો ઘર સંસાર બરાબર ચાલતો હતો. લગ્ન જીવન દરમિયાન તેને બે સંતાનો જય (ઉવ. ૦૮) અને હેમરાજ (ઉવ. ૦૫) થયેલા હતા. થોડા સમયથી પોતાની દીકરીનો પતિ અને જમાઈ પોતાની દીકરીને દુઃખ ત્રાસ આપતો હોય, છેલ્લા છ મહિનાથી પોતાની દીકરી તેના બને સંતાનો સાથે પોતાના ઘરે આવી ગયેલ હતા. પોતાની દીકરીના ભરણ પોષણ માટે નામદાર કોર્ટમાં દાવો પણ કરવામાં આવેલ છે. દરમિયાન બે દિવસ પહેલા પોતાની દીકરીના બને છોકરાઓ જય અને હેમરાજને પોતાનો જમાઈ ભીખુભાઇ બારૈયા પોરબંદર થી આવી, છોકરાઓને લલચાવી લઈ ગયેલ છે.  પોતાની દીકરીને તેના બને સંતાનો પરત અપાવવા અરજ કરવામાં આવેલ હતી. જે અંગે લેખિત અરજી આપતા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરીને સૂચના કરતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. .

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરએ ડિવિઝન પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ વી.કે.ઉંજિયા તથા સ્ટાફના હે.કો. માળદેભાઈ, વિકાસભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, અનકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અરજદાર હરસુખભાઈ વાલ્મિકીના જમાઈ ભીખુભાઇ બારૈયાનો પોરબંદર ખાતે સંપર્ક કરી, કાયદાની ભાષામાં સમજાવતા, રાજદારનો જમાઈ ભીખુભાઇ બારૈયા તાત્કાલિક પોરબંદર ખાતેથી પોતાના બંને સંતાનો જય અને હેમરાજને પોતાની પત્ની મીનાબેનને સોંપવા માટે આવી ગયેલ હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ વી.કે.ઉંજિયા તથા સ્ટાફના હે.કો. એસ.એસ.નાગોરી, માલદેભાઈ, વિકાસભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, અનકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા નિરાધાર મહિલાનાઙ્ગ બંને માસૂમ બાળકોને મહિલાને સોંપી, તેના પ્રત્યે સહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, સંવેદના બતાવતા, કબ્જો સોંપી આપતા, અરજદાર હરસુખભાઈ વાલ્મિકી અને તેનો પરિવાર ભાવ વિભોર થયો હતો. માતાને પોતાના સંતાનોનો કબ્જો મળતા, માતા સંતાનોને ભેટી રડવા લાગતા, પોલીસ સ્ટેશનમાં ભાવવાહી સંવેદના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

(1:14 pm IST)