Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

લૂંટના ગુન્‍હામાં ગયેલ પ૦ લાખનું સોયાબિન તેલ રીકવર કરી મુદામાલ મૂળ માલિકને પરત સોંપતી ભચાઉ પોલીસ

ભુજ તા. ૬ :.. ભચાઉ પોલીસ સ્‍ટેશન ગુ. ર. નં. ર૮૭/ર૦ર૧ ઇ. પી. કો. કલમ ૩૯ર, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુના કામે ફરીયાદીની નં. જી.જે.-૧ર-એ. જેડ-ર૭૯૮ વાળા ટેન્‍કરમાં ઇમામી એગ્રો કંડલાથી સોયાબીન રીફાઇન તેલ ૩૩.૮૮૦ ટન જેની કિ. રૂા. ૪૯,૪૪,૪૮૦ રૂપિયાનું તેલ ભરીને હિન્‍દુસ્‍તાન ઓઇલ ટ્રેડર્સ અમૃતસર - પંજાબ ખાતે જવા રવાના થયેલ તે દરમ્‍યાન ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર નંદગામ નજીક અજાણ્‍યા ત્રણ બુકાનીધારીઓએ ચાકુની અણીએ ડ્રાઇવરના આંખે તેમજ મોઢે પાટા બાંધી ગાડી લઇ જઇ ફરીયાદીને બાવળની ઝાડીમાં લઇ જઇ મારી નાખવાની ડર બતાવી પકડી રાખી તથા એક બુકાનીધારીએ ગાડી આગળ લઇ જઇ  ફરીયાદીને બાવળની ઝાડીમાં લઇ જઇ મારી નાખવાનો ડર બતાવી પકડી રાખી તથા એક બુકાનીધારીએ ગાડી આગળ લઇ જઇ સોયાબિન તેલનો તમામ જથ્‍થો બીજી ગાડી નં. જી.જે.-૧ર-બી.ડબલ્‍યુ-૩૧૮૮ વાળીમાં અન્‍ય આરોપીઓની મદદ લઇ ક્રોસ કરી તમામ સોયાબિન તેલના જથ્‍થાની લૂંટ કરેલ દરમ્‍યાન પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી જી. એલ. ચૌધરી તથા પોલીસ સ્‍ટાફ દ્વારા ખાનગી બાતમી આધારે ત્‍વરીત ત્રણ આરોપીઓને પકડી પાડી તપાસ દરમ્‍યાન કુલ ૯ આરોપીઓ પૈકી ૮ આરોપીઓને પકડી પાડી સોયાબીન રીફાઇન તેલ ૩૩.૮૮૦ ટન કિ. રૂા. ૪૯,૪૪,૪૮૦ રૂપિયાનો તમામ મુદામાલ ટૂંક સમયમાં રીકવર કરી કોર્ટના હુકમ મુજબ ભચાઉ પોલીસ સ્‍ટેશન રાઇટર હેડ દ્વારા હિન્‍દુસ્‍તાન ઓઇલ ટ્રેડર્સ વતી ફરીયાદી રમનદીપસિંગ ગુરૂચરણસિંગ રહે. ઇમ્‍પીરીયલ સીટી, પાવર હાઉસની સામે, લોહારકા રોડ, મિરન કોર્ટ ખુદે, અમૃતસર, પંજાબવાળાને તમામ મુદામાલ પરત સોંપેલ છે.
 પકડાયેલ આરોપીઓ (૧) જયેશ કાનજી આહીર રહે. ભીમાસર તા. અંજાર, (ર) પ્રકાશ શામજી આહિર રહે. મીઠીરોહર તા. ગાંધીધામ (૩) અમીત નરેન્‍દ્રભાઇ ભટ્ટ રહે. આદિપુર તા. ગાંધીધામ (૪) સલીમ અબ્‍દુલ ઉર્ફે અભુભાઇ નાઇ રહે. મીઠીરોહર (પ) સાજીદ કરીમ કાઠી નાગેશ્વર સોસાયટી, ગળપાદર તા. ગાંધીધામ (૬) હાસન હારૂન સીદી રહે. સેજવાળો માતમ ભુજ (૭) ગોપાલ રવજીભાઇ ડાંગર રહે. સંઘડ તા. અંજાર (૮) ભરત મલાભાઇ મ્‍યાત્રા રહે. નંદગામ તા. ભચાઉ મુળ રહે. સંઘડ છે અને (૧) ગની સુલેમાન ઉર્ફે સલીયો સોઢા રહે. પડાણા તા. ગાંધીધામ ફરાર છે.

 

(11:20 am IST)