Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ધ્રોલ વેપારીઓને વેકસીન લેવા આહવાનઃ

ધ્રોલઃ શહેર ના વેપારીઓ ને જણાવવાનું કે કલેકટરશ્રીના જાહેરનામા અન્વયે બધા વેપારી એકમો કોરાનાની રસી લેવી ફરજીયાત છે નહી તો વેપારી એકમો શરૂ રાખી શકાશે નહી. કોરોના રસી સરળતાથી ઉપલબધ થઈ શકે એના માટે અર્બન હેલ્થ સેન્ટર ના સ્થળે કોરોના રસિકરણ મહાઅભિયાન અન્વયે રસીકરણ મેગા કેમ્પનું આયોજન કરેલ છે આ બાબતે ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માં વધુ રસીકરણ થાય તે માટે પ્રાંત અધિકારી ધ્રોલ દ્વારા અર્બન હેલથ ઓફિસર ધ્રોલ તથા ચીફ ઓફિસર ધ્રોલ ને યોગ્ય માર્ગદર્શન આપી કામગીરી શરૂ કરાયેલ છે.. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દુકાનદારોને અંગત રીતે સમજાવી રસી લેવા સમજાવવાની કામગિરિ પણ શરૂ કરવામાં આવી છે..વધુમાં જે દુકાનદારે સમય મર્યાદામાં રસી લીધી નહીં હોય તેમની દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.. નાગરિકો વધુ માં વધુ રસી લે તેવા વહીવટી તંત્ર ના પ્રયાસો છે એમાં નાગરિકો સહકાર આપે તેવી વિનંતી છે.

(11:47 am IST)