Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

બાબરાના ગળકોટડી ગામ પાસે બંધ ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા કલીનરનું મોત

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૬: બાબરાના ગળકોટડી ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે વિજયભાઇ પ્રવિણભાઇ સોલંકી દામનગર, (ઉવ.૨૪)નામના યુવાનનું મોત થયું હતું.

વિગત મુજબ ગળકોટડી ગામ પાસે બંધ પડેલા ટ્રકની પાછળ દામનગરથી મીની ટેમ્પો લઇને બાબરા તરફથી આવતા હતા. ત્યારે બંધ ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા ઘટના સ્થળે ટેમ્પોના કલીનર વિજયભાઇ સોલંકીનું મોત થયું હતું. ટેમ્પોના ડ્રાઇવર અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. વહેલી સવારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ગળકોટડી ગામના લોકો દોડી આવ્યા હતા. મૃતકની લાશ બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. 

(1:06 pm IST)