Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ભાદરવી અમાસ છતા બીજા વર્ષે પણ દામોદરકુંડ ખાતે પ્રવેશબંધીનો ચુસ્ત અમલ

સ્નાન અને પિતૃતર્પણ વિધિ માટે જગ્યા આજે જગ્યા મળવી મુશ્કેલ હોય છે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬   ભાદરવી અમાસ છતા આજે સતત બીજા વર્ષે પણ જુનાગઢના દામોદરકુંડ ખાતે કોરોના સંદર્ભે પ્રવેશબંધીનો ચુસ્ત અમલ રહયો છે.

કોરોના સંક્રમણ સંદર્ભે ભાદરવી અમાસ નિમીતે ભવનાથ સ્થિત દામોદર કુંડમાં સ્નાન વિધિ માટે ગઇકાલે રાત્રીના ૮ વાગ્યાથી આજે સાંજના પાંચ વાગ્યા સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રવેશબંધી ફરમાવી છે જેનું ચુસ્ત પાલન થાય તે માટે રવિવારે બપોર બાદથી જ દામોદર કુંડ તેમજ  આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાદરવી અમાસ નિમિતે દામોદરકૂંડના પવિત્ર જળમાં સ્નાન કરી પાવન થઇને કુંડના કાંઠે પીપળો તુલસીના પ્રશ્ને પાણી રેડીને પિતૃતર્પણ કરવાનું મહાત્મય છે. જેમાં ગઇકાલ રાતથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે અને આજે તો ત્રણ લાખ શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.

પરંતુ આજે સતત બીજા વર્ષે પણ કોરોના સંદર્ભે પ્રવેશબંધી હોય દામોદરકુંડ ખાતે ભાવિકો સ્નાન વિધિથી દુર રહી તંત્રના જાહેરનામાનુ ચુસ્ત પાલન કર્યુ હતુ.

(1:09 pm IST)