Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

સુરેન્દ્રનગરના વેપારી ગૂમ

વઢવાણ, તા.૬:  રતનપર શકિતનગર ઢોરા પાસે રહેતા શોભનાબેન પ્રજાપતિએ જોરાવરનગર પોલીસને લેખીત ફરીયાદ કરતા જણાવેલ છે કે, તેમના પતિ દ્યનશ્યામભાઈ નાનજીભાઈ મેણીયા ઘરેથી કોઈને કહયા વગર જતા રહયા છે. તેઓની મોડી રાત સુધી રાહ જોયા બાદ ઘેર પરત ન ફરતા શોભનાબેને તેમના ભાઈ અને સગા - વ્હાલાઓને જાણ કરી શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ પતો ન લાગતા જોરાવરનગર પોલીસને તેમના પતિ દ્યનશ્યામભાઈ ગુમ થયાની જાણ કરી છે. તેમણે આપેલી લેખીત ફરીયાદમાં તેમના પતિએ કેટલાક માણસો સાથે પૈસાની લેવડ દેવડ કરી હોવાનું પણ જણાવ્યુ છે. પોલીસે આ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેઓ કરીયાણાની દુકાન ચલાવે છે.

છોકરીને બચાવાઇ

દુધરેજ કેનાલમાં રાત્રે એક છોકરી ડૂબી હોઇ, રાહુલભાઈ ડોડીયા, જય રાવલ, ઘનશ્યામ ભાઈ ને લઈને અઢી મિનિટ માં ત્યાં કેનાલ પહોંચી ગયા ત્યાં પોહચી ને જોયું તો બે ભાઈ એ છોકરીને બચાવી લીધી હતી સારું થયું બે ભાઈ જોય ગયા અને તેઓ તરવૈયા હતા જેથી છોકરી નો જીવ બચી ગયો નાની છોકરી હતી આશરે એની ઉંમર ૧૫ થી ૧૭ વર્ષ ની હસે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

દેશી બંદુક સાથે ઝડપાયો

પીપળી ગામનો આરીફખાન ઉર્ફે ચીની અબ્દુલખાન જતમલેક પોતાના કબજાવાળી દેશી હાથ બનાવટની બંદુક સાથે પીપળીથી દેગામ તરફ જવાના રસ્તે આવેલ સીમ વિસ્તારમાં શિકાર કરવા જાય છે. આથી બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી આરીફખાન ઉર્ફે ચીનીને રૂ.૩૦૦૦ ની કિંમતની દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(1:17 pm IST)