Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જૂનાગઢના રઘુવંશી સમાજના અગ્રણી-જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની ગુજરાત ખેતી બેંકના ચેરમેન પદે નિમણૂંક

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૬ :. સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ અને જૂનાગઢના સહકારી આગેવાન તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની ગુજરાત ખેતી બેંકના ચેરમેન પદે નિમણૂંક કરવામાં આવી છે.

ડોલરભાઈ કોટેચા ઘણા વર્ષોથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે સેવા આપી રહ્યા છે, ત્યારે ખેતી બેંકના ચેરમેન પદે તેઓની નિમણૂંક થવાથી સહકારી ક્ષેત્રમાં ખુશાલી છવાઈ ગઈ છે. ડોલરભાઈ કોટેચા ખેતી બેંક અમદાવાદના ડાયરેકટર તરીકે બીનહરીફ ચૂંટાયા બાદ હવે તેઓ ખેતી બેંકના ચેરમેન તરીકે નિયુકત થયા છે.

ડોલરભાઈ કોટેચાના મો. ૯૯૨૪૧ ૧૮૯૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(4:24 pm IST)