Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

મોરબીના પૌરાણિક રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા: નગરના દરેક શિવાલયોમાં પિતૃતર્પણ કરાયું

મોરબી :  આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસના સોમવારના અનોખા સંયોગ નિમિતે મોરબીના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક પિતૃતર્પણ કર્યું હતું

  મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા અને સોમવતી અમાસ નિમિતે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. આ ઉપરાંત જંગલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ વિસ્તારમાં આવેલ શિવાલયોમાં લોકો ઉમટી પડ્યા હતા જેને દર્શન તેમજ પિતૃતર્પણનો લાભ લીધો હતો

  રફાળેશ્વર મંદિરના ટ્રસ્ટી પરેશભાઈ પંડ્યાએ અહીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે દર વર્ષે અમાસ નિમિતે અહી મેલો યોજાય છે જોકે કોરોના મહામારીને પગલે મેળો રદ કરાયો છે રફાળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર છે જ્યાં પાંડવોએ મહાભારત કાળમાં અહી પિતૃતર્પણ કર્યું હતું જે સ્થળે પિતૃતર્પણ માટે માત્ર મોરબી જ નહિ સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ અહી આવતા હોય છે.

(6:43 pm IST)