Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

મોરબીમાં રીક્ષામાં ભૂલી ગયેલ કીમતી માલસામાન ભરેલ થેલો પરત અપાવતી પોલીસ.

રીક્ષાનો સીસીટીવી પ્રોજેક્ટ મારફત પત્તો મેળવીને પોલીસે થેલો મૂળ માલિકને પરત અપાવ્યો હતો

મોરબી શહેરમાં એક મુસાફર રીક્ષામાં કીમતી દાગીના અને રોકડ ભરેલ થેલો ભૂલી ગયા હોય જે રીક્ષાનો સીસીટીવી પ્રોજેક્ટ મારફત પત્તો મેળવીને પોલીસે થેલો મૂળ માલિકને પરત અપાવ્યો હતો
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી એમ આઈ પઠાણ અને રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ અને સેફરસીટી પ્રોજેક્ટ દ્વારા રીક્ષામાં ભુલાયેલ કીમતી માલસામાન ભરેલ થેલો પરત અપાવ્યો હતો જે બનાવની મળતી વિગતો પ્રમાણે મેહુલભાઈ ભીખાભાઈ ચૌહાણ પોતાના ઘરેથી પોતાની બેન સાથે વડોદરા જવાનું હોવાથી જુના બસ સ્ટેન્ડ જવા સમર્પણ હોસ્પિટલથી રીક્ષામાં બેસેલ હતા અને રીક્ષામાં તેઓ કીમતી સામાન ભરેલ થેલો ભૂલી ગયેલ જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા સેફરસીટી પ્રોજેક્ટ અને કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ મોરબી દ્વારા કેમેરાનો અભ્યાસ કરીને રિક્ષાને શોધી કાઢવામાં આવી હતી જે રીક્ષાના માલિકના મોબાઈલ નંબર મેળવી તપાસ કરી રીક્ષા સવજીભાઈ ભવાનભાઈ માલટોલીયાની હોવાનું જાણવા મળ્યું હતું અને રીક્ષા ચાલકે પણ પ્રમાણિકતા દાખવી સોનાની વીંટી, ચાંદીના છડા, ૩ હજાર રોકડા અને કપડા ભરેલ થેલાને મોરબી પોલીસની મદદથી મૂળ માલિકને પરત કર્યો હતો
જે કામગીરીમાં મોરબી કોમ્પ્યુટર સેલના પીએસઆઈ પી ડી પટેલ, નેત્રમના ઇન્ચાર્જ એએસઆઈ એ બી દેત્રોજા, નેત્રમ ટીમના સહદેવભાઈ શિવલાલભાઈ, જનકસિંહ જયરાજસિંહ અને હિતેન્દ્રસિંહ મનુભા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

(7:03 pm IST)